Gujarati News

Gujarati News

News of Friday, 21st January 2022

પોરબંદરઃ ભારે પવન તથા કમોસમી વરસાદની આગાહીના પગલે દરિયામાંથી ફિશીંગ બોટોને પરત બોલાવાઈ

(હેમેન્દ્રકુમાર પારેખ દ્વારા) પોરબંદર, તા. ૨૧ :. ભારે પવન તથા કમોસમી વરસાદની આગાહીના પગલે દરીયામાં ફિશીંગ કરતી બોટોને સંદેશા મોકલીને કાંઠે બોલાવવામાં આવી રહી છે.

મદદનિશ મત્સ્ય કચેરીના નિયામકે જણાવેલ કે ગાંધીનગર હવામાન વિભાગ દ્વારા દરીયામાં ભારે પવન કમોસમી વરસાદથી હવામાન ખરાબ થવાથી સંભાવના હોય ફિશીંગ કરતા માછીમારોને સાવચેતી માટે સંદેશા મોકલીને પરત દરીયાકાંઠે પરત આવવા સૂચના અપાય રહી છે. માછીમારોને સૂચના બાદ મોટાભાગની ફિશીંગ બોટો કાંઠે પરત આવી રહી છે.

(1:22 pm IST)