Gujarati News

Gujarati News

News of Friday, 21st January 2022

પોરબંદરના સુદામા મંદિરના પ્રથમ વખત જીર્ણોધ્ધાર માટે તે સમયે ૪ આનાની લોટરી કાઢીને લોકફાળો કરેલ હતો

શાસ્ત્રોકત ધાર્મિક માન્યતા મુજબ ચારધામ યાત્રા બાદ સાત પુરીની યાત્રામાં એક પોરબંદર સુદામા પુરીઃ પૂ.ડોંગરેજી મહારાજે તેની કથાના પ્રારંભ કાળમાં સુદામા મંદિરે ભાગવત કથા કરી હતીઃ સુદામા મંદિરની ભુલભુલામણીનું દેશભરમાં આકર્ષણ

(હેમેન્દ્રકુમાર પારે દવારા) પોરબંદર, તા., ૨૧: તાજેતરમાં પ્રાદેશીક સદીમાં મંદીરનો ૧રર મો પાટોત્સવ પોરબંદર પ્રતિષ્ઠીત કાપડના વેપારી સ્વ.હરીદાસ ઉર્ફે પોપટભાઇ કુરજી લાખાણી પરીવાર દ્વારા પુષ્ટી માર્ગીય વૈષ્ણવ સંપ્રદાયના ધર્માચાર્ય નિ.ગો.૧૦૮ ગોવિંદરાયજી મહારાજશ્રીની આજ્ઞાથી છેલ્લા ત્રણ દાયકા કરતા વધુ સમયથી પાટોત્સવ ઉજવવામાં આવે છે. કોઇ ફાળો લેવામાં આવતો નથી.

સુદામા મંદિરનો જીર્ણોધ્ધાર પોરબંદરના દશા શ્રીમાળી પુષ્ટી માર્ગીય વૈષ્ણવ સ્વ.નેમીદાસ કલ્યાણજી તથા સ્વ.મોતીચંદ કપુરચંદ ગાંધી રૂ. ૦-૪-૦ (આજના પચ્ચીસ પૈસા) ની લોટરી કાઢી લોકફાળાથી સુદામા મંદિરનો જીર્ણોધ્ધાર કરવામાં આવેલ. મંદિરના ચણતર કામમાં એક એક પથ્થર પર શ્રી વિષ્ણુસહસ્ત્રનામ પથ્થર દ્વારા ચણતર કામ કરવામાં આવેલ.

નિજસુદામા મંદિરમાં શ્રી કૃષ્ણ-દામોદર લાલજી અને માતા લક્ષ્મી સ્વરૂપ શ્રી રૂક્ષ્મણીજી મુર્તિ બિરાજમાન છે. માત્ર સુદામા મંદિર સુદામા નામથી જોડાયેલ તેમની મુર્તિ હતી નહી. પરંતુ વર્તમાન સમય મુર્તિ બાહ્ય ભાગે મુકાયેલ છે. ભારતભરમાં એક જ મંદિર એવું છે કે ભુલભુલામણી યાને સ્વર્ગ સીડી પથ્થર જડીત જમીનમાં કંડારાયેલ છે. મંદિરના પટાંગણમાં મંદિર સન્મુખ ધાર્મિક સત્સંગ કથા હોલ આવેલ છે.

પ્રખર ભાગવત વેતા કળીયુગના યુગ પુરૂષ પૂ. ડાંગરેજી મહારાજશ્રીએ સુદામા મંદીરમાં શ્રીમદ ભાગવદની કથાનું રસપાન સાત દિવસ સુધી કરાવેલ ત્યારે તેઓશ્રીનો શ્રીમદ ભાગવત સપ્તાહ કથાનો પ્રારંભકાળ હતો. પોરબંદરમાં તેઓશ્રી પારેખ ચકલામાં ગુગળી બ્રાહ્મણ સ્વ.લક્ષ્મીદાસ ભાભાને ત્યાં ઉતારો કરેલ. તે પુર્વે પારેખ ચકલામાં રાત્રીના એક માસ કરતા વધુ સમય સુધી હરીકથા રસપાન કરાવતા શ્રી ગંગા પ્રસાદ મહારાજશ્રીએ સુદામા મંદીરના પટાંગણમાં મહાવિષ્ણુ યાગયજ્ઞ કરેલ. ચાર દિવસ સુધીનું આયોજન હતું.

સુદામા મંદિરનો  જીર્ણોધ્ધાર કરાવનાર વૈષ્ણવ સ્વ.નેમીદાસ કલ્યાણજી તથા સ્વ. મોતીચંદ કપુરચંદ ગાંધીએ પોરબંદરના સ્વર્ગસ્થ રાજવી રાણા ભાવસિંહજી જેઠવા પાસેથી સંપુર્ણ ચોરસ આશરે દસ હજાર કે તેની આસપાસ ખુલ્લી જમીન વિના મુલ્યે મેળવેલ તેમાં રાજયને શર્ત હતી કે મંદીરમાં ચારે તરફ પુર્વ પશ્ચિમ ઉતર દક્ષિણ ખુલ્લુ રહેવું જોઇએ.

શાસ્ત્રોકત ધાર્મિક માન્યતા છે કે ચાર ધામ યાત્રા કર્યા બાદ સાતપુરીમાંની સુદામાપુરી, પોરબંદર આવી સુદામાજીના મંદીરે શીશ નમાવી સ્વર્ગ સીડી ભુલભુલામણીની પાર કરે નહી અને છાપ મેળવે નહી ત્યાં સુધી યાત્રા સફળ ગણાય નહી. પૌવા સાકરની પ્રસાદી લેવી જરૂરી છે. રાજસ્થાન-મારવાડ તેમજ બંગાલી કારતક સુદ ૧૧ પછી ફાગણ સુદ ૮ આઠ સુધીમાં અવશ્ય સુદામા મંદિર.ે શીશ નમાવવા તથા છાપ લેવા આવે છે. સુદામાપુરી પોરબંદરથી જુનાગઢ-ગીરનાર પર્વત પર આદ્યશકિતમાં જગદંબાના દર્શન કરી મંદિરની છાપ મેળવે રાજસ્થાની મારવાડીમાં હજુ પણ રિવાજ છે કે જયાં સુદામા મંદિર અંબાજી ગીરનાર મંદિરની યાત્રા કરી છાપ મેળવે નહી. ત્યાં સુધી લગ્ન વિવાહ થાય નહી. પરંપરા જળવાઇ રહી છે. કડકડતી ઠંડી છે. ધર્મશાળાની તકલીફ છે રાત્રીના સમયે બસ મારફતે યાત્રાળુ આવે તો સુદામા મંદિરના પ્રવેશ દ્વારા ખુલ્લા ચોકમાં રાત્રીવાસો કરે છે.

ગુજરાત સરકારે પોરબંદરના વિકાસ માટે તિર્થધામ તરીકે વિકસાવવા જાહેરાત કરેલ છે.સુદામા મંદીર સાથે કેદારેશ્વર મંદીર સાથે કેદારેશ્વર મંદિરનો વિકાસ હાથ ધરાયેલ છે. જે સુધારા વધારા થયેલ છે. પરંતુ યાત્રાળુને આકર્ષીત કરી શકે. સુદામાજી મંદીર સામે જગન્નાથજી મંદિરની સેવા પુજા  રામાનંદી બાપા કુબાવત પરીવાર દ્વારા રાજવીના સમયથી સોંપાયેલ છે. પરંતુ અંદરો અંદર કોર્ટ કેસ સર્વોચ્ચ અદાલત સુધી લડવામાંથી નિવૃત થતા નથી. જેના કારણે વિકાસ થઇ શકતો નથી.

પોરબંદરનો પ્રાચીન - પૌરાણીક ધાર્મિક સંસ્કૃતિ સાથે જોડાયેલ છે. શ્રી કૃષ્ણ અવતાર દ્વાપર યુગને અંદાજે ૫૨૦૦ પાંચ હજાર બસો ઉપરાંત વર્ષ થયા, સુદામા તે સમયના છે. યોગેશ્વર શ્રી કૃષ્ણના બાળ મિત્ર નિઃસ્વાર્થ ઉજૈન સાંદીપની ઋષિને વિદ્યાભ્યાસ સાથે કરતા યોગેશ્વર શ્રી કૃષ્ણના પ્રિય સખા હતા. ગુરૂમાતાએ શ્રીકૃષ્ણ તથા સુદામાને જંગલમાં લાકડા કાપવા મોકલ્યા, અનરાધાર વરસાદ વરસ્યો, ભૂખ લાગે તો ભાતામાં ચણા (દાળીયા)ની પોટલી આપી. શ્રી કૃષ્ણ અનારાધાર વરસાદમાં લાકડા જંગલમાં વિણતા હતા ત્યારે સુદામાને ભૂખ લાગી શ્રી કૃષ્ણ ના ભાગના ચણા-દાળીયા પણ આરોગી ગયા, દારીદ્રતા આવી, વાસ્તવ એવું નથી જે તે સમયે દારિદ્રયોગ ચાલતો હતો. જેથી મિત્ર-સખા સુદામાએ વિચાર કર્યો હું ભલે દારિદ્ર રહુ પરંતુ જગતનો પાલનહાર શ્રી કૃષ્ણ દારિદ્ર રહેવા જોઈએ નહિ જો દારિદ્રતા તેમને આવશે તો પાલન કોણ કરશે ?

પોરબંદર પ્રથમ રામાયણકાળમાં અસ્તીત્વ હોવાનું મળે છે. આ વિસ્તારમાં ખનીજ સંપતી પથ્થરો અસ્મીત તેમજ અસ્માવતી નદીનો ઉલ્લેખ રામાયણમાં તેમજ સ્વયંમ ભાગવતમાં મળે છે. તેમજ તેતાયુગમાં શ્રીરામ ચૌદ વરસનો વનવાસ ભોગવતા હતા ત્યારે પંચવટીમાંથી રાવણ સીતામાતાનું હરણ કરી ગયેલ. રાવણ સાથે સીતામાતાને છોડાવવા શ્રીરામે યુધ્ધ કર્યુ ત્યારે જામવન નામના મહાબળવાન યોધ્ધો રૂક્ષવાળો જે જાંબુવન રીંછથી ઓળખાય છે. તે જાંબુવનને કોઇ હરાવી શકતુ ન હતું. શ્રીરામ પાસે યુધ્ધ કરાવની યાચના કરી ત્યારે શ્રી રામે કહેલ અને વચન આપેલ કે દ્વાપરયુગમાં શ્રીકૃષ્ણ તરીકે અવતાર વેશે ત્યારે યુધ્ધ કરી હરાવશે. મુકિત આપશે. ત્યાં સુધી બરડા ડુંગરમાં વસવાટ કરવા આજ્ઞા આપી ત્યારથી બરડા ડુંગરની તળેટીમાં આવી આદિત્યાણા-રાણાવાવ વચ્ચે ગુફામાં વસવાટ કરવા આજ્ઞા આપી. મર્યાદા પુરૂષોતમ સ્વર્ગ સિધાવ્યા બાદ જામવના યાને જાંબુવાન અત્રે આવી વસ્યા તેની ગુફા હૈયાત છે. ગુફા શંકરની લીગ આવેલ તેના પર કુદરતી જલાભિષેક થાય છે. તેમજ દરરોજ જલાભિષેક ટપકાથી રેતીના શિવલીંગ સ્વયંભુ બને છે. રાજય સરકારે પુર્વ ગુજરાતના મુખ્યમંત્રીશ્રી અને વર્તમાન ભારતના વડાપ્રધાન નરેન્દ્રભાઇ મોદીએ જામવન યાને જાંબુવનની ગુફા અને આસપાસની જગ્યાનું વિકાસ કાર્ય હાથ ધરેલ. હાલ પ્રવાસી અને યાત્રાળુનું આકર્ષણ રહે છે.

દ્વારકાથી ભુગર્ભરસ્તે જામવનની ગુફા દ્વારા કૃષ્ણ સંયમ મસ્તક મણીની શોધ કરતા આવેલ. આ મણી જામવન -જાંબુવનના બાળકના પારણામાં લટકાવેલ જોવા મળેલ. અહી જામવન-જાંબુવન સાથે શ્રીકૃષ્ણે બાર દિવસ યુધ્ધ કરી હરાવી ઉધ્ધાર કરેલ. શ્રી રામા અવતારમાં આપેલ વચન પુર્ણ કર્યુ. જામવન-જાંબુવને પોતાની પુત્રી જામવંતીને પરણાવી જે શ્રીકૃષ્ણની સાત મુખ્ય પટરાણીમાંની એક ગણાય છે.

(12:49 pm IST)