Gujarati News

Gujarati News

News of Friday, 21st January 2022

મહિલા લેબર વર્કર સાથે વાતચીત કરવાના બાબતે ટપારતા બિહારના ઠેકેદારે હત્યા કરી લાશ દાટી દીધેલ

પીપાવાવ પોર્ટની ખાનગી કંપનીના સુપરવાઇઝરની હત્યાનો ભેદ ઉકેલી લેતી પોલીસ

રાજુલા-અમરેલી, તા. ર૧ : રાજુલા તાલુકાના રામપરા-ર ગામ વિસ્તારમાં આવેલ કોન્ટ્રાંસ લોજીસ્ટીક કંપનીમાં સિકયુરીટી ઓફિસર તરીકે નોકરી કરતા મગનભાઇ ઉકાભાઇ ભાલીયા, (ઉ.વ.૩પ) રહે. હાલ કુંભારીયા, તા. રાજુલા, મુળ, બિલ્ડી, તા. મહુવાએ જાહેર કરેલ કે, પોતાની કંપનીની પાછળના ભાગે બાવળની કાંટમાં જમીનમાં લાશ દટાયેલ હોવાની પોતાને ફોન દ્વારા જાણ થતાં, પોતે સ્થળ પર જઇ, તપાસ કરતાં આ હકિકત સત્ય હોવાનું જણાયેલ. જેથી પોતે આ અંગે મરીન પીપાવાવ પો. સ્ટે.માં જાણ કરતાં, પોલીસ તથા એસ.ડી.એમ. રાજુલાનાઓએ ખોદકામ કરાવી, દટાયેલ લાશ બહાર કઢાવતાં, આ લાશ પોતાની કંપનીમાં કામ કરતાં અનિલકુમાર આશારામ ચૌબલી (ત્યાગી), રહે. બાગપત (ઉત્તર પ્રદેશ)ની હોય પોતે લાશને ઓળખી બતાવેલ.

આ મરણ જનાર અનિલકુમાર આશારામ ચૌબલી (ત્યાગી), રહે. બાગપત (ઉત્તરપ્રદેશ) નાઓ ગઇ તા. ૧૩-૧-ર૦રર ના કોઇપણ સમયે પોતાની રહેણાંકની ઓરડીએ હાજર હોય, તે દરમિયાન કોઇ અજાણ્યા માણસ અથવા તો માણસોએ તેઓની ઓરડીમાં ગેરકાયદેસર પ્રવેશ કરી, મરણ જનારને માથાના ભાગે, મોઢાના ભાગે તેમજ કપાળના ભાગે કોઇ બોથડ અથવા તો તિક્ષ્ણ હથિયારો વડે માર મારી, મરણ જનારાનું મોત નિપજાવી, તેની લાશની ઓરડીની પાછળ આવેલ બાવળની કાંટની ખુલ્લી જગ્યામાં ખાડો કરી, દાટી દઇ, પુરાવાનો નાશ કરી ગુન્હો કર્યા વિ. બાબતે ફરીયાદ આપતાં અજાણ્યા ઇસમ વિરૂધ્ધ મરીન પીપાવાવ પો. સ્ટે. પાર્ટ એ. ગુ.ર.નં. ૧૧૯૩૦૪પરર૦૦૪૯/ર૦ર, આઇપીસી કલમ ૩૦ર, ૪૪૯, ર૦૧ તથા જી.પી. એકટ કલમ ૧૩પ  મુજબનો ગુનો તા. ૧૭-૧-ર૦રર ના કલાક ૧૪/૩૦ વાગ્યે નોંધાયેલ હતો અને આ કામે મરણ જનારની લાશને પી.એમ. અર્થે ભાવનગર મેડીકલ ફોરેન્સિક વિભાગમાં મોકલી આપેલ હતી.

અમરેલી પોલીસ અધિક્ષકશ્રી નિર્લિપ્ત રાયે આ હત્યાનો અંજામ આપી, લાશને દાટી દઇ, પુરાવાનો નાશ કરનાર આરોપીઓ અંગે માહિતી મેળવી, તેમને પકડી પાડી, તેમના વિરૂધ્ધ ધોરણસરની કાર્યવાહી કરવા અમરેલી એલ.સી.બી., એસ.ઓ.જી. તથા મરીન પીપાવાવ પો.સ્ટે.ની અલગ અલગ ટીમો બનાવી આરોપીઓને પકડી પાડવા માર્ગદર્શન આપેલ હતું. જે અન્વયે ઇન્ચાર્જ પો. ઇન્સ. આર. કે. કરમટા તથા પો. સ.ઇ. પી.એન. મોરીનાઓની રાહબરી નીચે અમરેલી એલ.સી.બી. ટીમે અનડીટેકટ ખુનના ગુના અંગે બાતમી મેળવી, આ જ કંપનીમાં ઠેકેદાર તરીકે કામ કરતા બે શકમંદ ઇસમોને રાઉન્ડઅપ કરી, તેમની યુકિત-પ્રયુકિતથી પુછપરછ કરતા, બંને ઇસમો ભાંગી પડેલ અને સુપરવાઇઝરની હત્યા કરી, લાશને દાટી દીધેલ હોવાની (૧)અનિલ જબહર સરદાર, ઉ.વ.૩૦, રહે. હાલ રામપરા-ર, રાજુલા, જિ. અમરેલી, મુળ રહે. ગૌરીપટ્ટી, તા. સિયાની, જિ. સુપૌલ, બિહાર. (ર) બાબુનન્દ ગરભુ સરદાર ઉ.વ.૪ર એ કબુલાત આપી હતી.

દરમિયાન જાણવા મળેલ કે, (૧) અનિલ જબહર સરદાર તથા (ર) બાબુનન્દ ગરભુ સરદાર, રહે. બંને ગૌરીપટ્ટી, તા. સિયાની, જિ. સુપૌલ, બિહારનાઓ ઠેકેદાર તરીકેનું કામ કરતા હતા અને મરણ જનારની રૂમની બાજુની રૂમમાં રહેતા હતા. બાબુનન્દ ગરભુ સરદાર પોતાની કંપનીની મહિલા લેબર વર્કર સાથે વાત ચીત કરતો હોય , જે અનિલકુમાર ચૌબાલી (ત્યાગી) ને સારૂ નહીં લાગતા, તેને અવાર-નવાર ટોકતો હતો અને આ બાબતે બંને વચ્ચે અગાઉ બોલાચાલી પણ થયેલ હતી. એકાદ વાગ્યાના અરસામાં ચૌબલી સાથે માથાકુટ થતા, બાબુનન્દ સરદારે પાવડા વડે અનિલકુમાર આશારામ ચૌબલીને માર મારીને તેનું મોત નિપજાવેલ હતું. આ દરમિયાનમાં અનિલ જબહર સરદાર ત્યાં આવી જતા, તે આ ઘટના જોઇ જતાં બાબુનન્દ ગરભુ સદાર અનિલ સરદારને આ વાત ગુપ્ત રાખવા કહેલ અને બદલામાં તેને મોટી રકમ આપવાની લાલચ આપેલ હતી. અનિલ જબહર સરદારની માથે લેણું થઇ ગયેલ હોય અને તેને પૈસાની જરૂર હોય, જેથી તે માની ગયેલ અને મરણ જનાર અનિલકુમાર ત્યાગીનો મોબાઇલ ફોન લઇને કંપનીમાં કામે જતો રહેલ હતો.

બાદ તા. ૧૪-૦૧-ર૦રર ના રાત્રે આશરે બે વાગ્યાના અરસામાં ઉપરોકત બંને ઇસમોએ મરણ જનાર અનિલકુમારની લાશને ઉંચકીને તથા ઢસડીને કંપીનીની પાછળના ભાગે લઇ જઇ, બાવળની કાંટમાં ખાડો કરી, લાશને દાટી દઇ, પુરાવાનો નાશ કરેલ હતો. અનિલ જબહર સરદારે મરણ જનારના મોબાઇલમાંથી પેટીએમ એપ્લીકેશન મારફતે પોતાના ભાઇ તથા પોતાની પત્નીને રૂપીયા બે લાખ જેટલી રકમ ટ્રાન્સફર કરી દીધેલ હોવાનું તપાસ દરમિયાન ખુલવા પામેલ છે. ઉપરોકત બંને ઇસમોને હસ્તગત કરી, ગુના અંગેની પુછપરછ કરતાં ગુનો કરેલ હોવાની કબુલાત આપેલ છે. અનડીટેકટ ખુનનો ગુનો ડીટેકટ કરવામાં આવેલ છે.

પકડાયેલ આરોપીઓને આગળની કાર્યવાહી થવા મરીન પીપાવાવ પોલીસ સ્ટેશનમાં સોંપી આપેલ છે.

(12:47 pm IST)