Gujarati News

Gujarati News

News of Friday, 21st January 2022

વિસાવદર બ્રહ્માનંદ ધામ ખાતે શિવ મંદિરનો શીલાન્યાસ કાર્યક્રમ

જુનાગઢઃ બ્રહ્માનંદ ધામ ખાતે પૂજય શ્રી મુકતાનંદજી બાપુની નિશ્રામાં સંતો-મહંતોની હાજરીમાં શિવ મંદિરનો શિલાન્યાસ કાર્યક્રમ પુર્ણ થયેલ આ પ્રસંગે ચલાળાથી વલકુબાપુ, પરબ ધામથી કરશનદાસ બાપુ, બોટાદથી આત્માનંદ સરસ્વતી મહારાજ, જુનાગઢથી શેરનાથબાપુ, સતાધારથી વિજયબાપુ, દ્વારકાથી કેશવાનંદ બાપુ, પાળીયાદથી ભયલુભા, સુબોદાનંદજી બાપુ, પરમેશ્વરાનંદજી બાપુ, કાના તળાવથી ઉષા મૈયા, વાકુનીધારથી કરૂણાનિધાનદાસ બાપુ, સીમરથી હિમંતભાઇ, જુનાગઢથી રાજબાપુ,  રાઘવાન (જીથુડી) વિમલાનંદજી બાપુ તેમજ નરશી વિદ્યા યુનિવર્સિટીની વા.ચાન્સેલર ચેતનભાઇ ત્રિવેદી, સૌરાષ્ટ્ર-કચ્છના પુર્વ પ્રમુખ શૈલભાઇ જોષી, ભરતભાઇ લખલાણી, શેઠ બ્રધર્સવાળા, પ્રગનેશભાઇ નવીનકાકા, બાબુકાકા, રાઠોડ સાહેબ, કમલેશભાઇ ધાધલ, ભરતભાઇ પંડયા તેમજ અનેક સંતો-મહંતો તેમજ સેવક ગણો ઉપસ્થિત રહેલ. આ પ્રસંગે આ સમાજને શ્રધ્ધાના તાતણે જોડી રાખવાનું કામ દેવાલયો કરી રહેલ છે જેવુ પૂજય બાપુએ તેમના આશીર્વચનમાં જણાવેલ. પધારેલા દરેક સંતોએ ખુબ જ ખુશી વ્યકત કરેલ અને વિશેષમાં એ વાત કરવામાં આવેલ કે ત્રણથી ચાર મહિનાની અંદર પશુઓ માટેની અદ્યતન સુવિધાવાળી હોસ્પીટલ પણ ખોલવામાં આવશે. જે મુંગાજીવ પ્રત્યેની બાપુની કરૂણા વ્યકત થાય છે. (અહેવાલઃ વિનુ જોષી, તસ્વીરઃ મુકેશ વાઘેલા-જુનાગઢ)

(12:46 pm IST)