Gujarati News

Gujarati News

News of Friday, 21st January 2022

જૂનાગઢ સરકારી જિલ્લા પુસ્તકાલયમાં પુસ્તકોનું પ્રદર્શન અને કિવઝ સ્પર્ધા યોજાઇ

(વિનુ જોષી દ્વારા) જૂનાગઢ,તા. ૨૧: તાજેતરમાં સ્વામી વિવેકાનંદ જયંતિ નિમિતે રાષ્ટ્રીય યુવા દિવસની ઉજવણી કરવામાં આવી હતી. જેમાં સરકારી જિલ્લા પુસ્તકાલય ખાતે સ્વામિ વિવેકાનંદના જીવન વિષયક આઝાદીને લગતા પુસ્તકનું પ્રદર્શન યોજાયુ હતું. આ પ્રદર્શનને નિવૃત ગ્રંથપાલ મુકુંદભાઇ રાવલે ખુલ્લુ મુકયું હતું. સાથે સ્વામી વિવેકાનંદના જીવન પર વિદ્યાર્થીઓ માટે કિવઝ રાખવામાં આવી હતી. તેમ ગ્રંથપાલ મહેશભાઇ પરમારે જણાવ્યુ હતું. તેમજ ૩૦૦ પુસ્તકોનું લોકોએ પ્રદર્શન પણ નિહાળ્યુ હતું.

(12:45 pm IST)