Gujarati News

Gujarati News

News of Friday, 21st January 2022

જેતપુરમાં કોરોનાના વધતા કેસો વચ્ચે ગાઇડલાઇનનું ઉલ્લઘંન

લગ્ન પ્રસંગોમાં પ૦૦-૧૦૦૦ લોકો ભેગા થાય છે

(કેતન ઓઝા દ્વારા) જેતપુર તા. ર૧: કોરોનાની ત્રીજી લહેર એકાએક ભયંકર બનતી જાય છે. રોજબરોજ કેસોમાં અનેક ગણો વધારો થઇ રહ્યો છે. શહેરમાં રપ થી ૩૦ કેસો નોંધાતા હોય કાળજી લેવી ખાસ જરૂરી હોય ઉપરાંત સરકાર દ્વારા ગાઇડ લાઇન જાહેર કરવામાં આવતી હોય છે. જેથી લોકો સંકલિત ન થાય અને દરેકનું સ્વાસ્થા જળવાઇ રહે. છતા વધુ પડતા લોકો કોરોનાની ગાઇડ લાઇનને ન હોય માસ્ક પહેરવાનુ દરકાર કરતા નથી. પોલીસ દ્વારા લોકોને અપીલ કરવામાં પણ આવે છે  છતા પાલન ન કરતા હોય ભારે પોલીસ કાયદાકીય કાર્યવાહી કરે તો તેનો વિરોધ કરવા લાગે છે.

હાલ લગ્નની સીજન પુરબહારમાં હોય અનેક સ્થળોએ લગ્ન યોજાઇ રહ્યા છે તેમાંપણ ગાઇડ લાઇન મુજબ ૧પ૦ લોકોની મર્યાદા હોય છતા તેનો ઉલાળીયો કરી પ૦૦-૧૦૦૦ માણસોને ભેગા કરતા હોય છે. પોલીસ કે તંત્ર દરેક જગ્યાએ પહોંચી ન શકે પહેલુ પોતાની ફરજ સમજી કાયદાનું પાલન કરવુ જોઇએ તેવુ ચર્ચાય રહ્યુંછે સામાન્ય માણસ આ કાયદાનું કાર્યવાહીની બીકે પાલન કરેછે. પરંતુ પહોંચતા લોકો લાગવગ ચલાવી લેસે તેમ કહી મન મુજબ લોકોને આમંત્રીત કરે છે. તો આવા લોકોને કાયદાનું ભાન કરાવવામાં આવે તેવી ચર્ચા થઇ રહી છે.

(12:44 pm IST)