Gujarati News

Gujarati News

News of Friday, 21st January 2022

મોરબીના માનસર મચ્છુ નદીમાં થતી રેતીચોરી અટકાવવા ગ્રામજનો આકરાપાણીએ.

લોકો દ્વારા ખનીજચોરી અટકાવતા કોઈ જાનહાની થશે તો ખનિજવિભાગની જવાબદારી

મોરબી તાલુકાના માનસર ગામે મચ્છુ નદીમાંથી થતી બેફામ રેતીચોરી બંધ કરાવવા માનસર ગામના સરપંચે ખાણખનીજ વિભાગમાં રજૂઆત કરી છે.ખાણ ખનીજ વિભાગનું કામ રેતીચોરી બંધ કરવાનું છે પરંતુ આ કામ ગામલોકો કરે છે.ગ્રામજનો દ્વારા ખનીજચોરી અટકાવતા કોઈ અણબનાવ બનશે તો તેના જવાબદાર ખાણખનીજ વિભાગ ગણાશે તેવું જાહેર કર્યું છે.
મોરબી તાલુકાના માનસર ગામે છેલ્લા ઘણા સમયથી મચ્છુ નદીમાંથી રેતીની ખનીજ ચોરી કરવામાં આવે છે.આ રેત ખનીજ ચોરી અટકાવવા માનસરના સરપંચે ખાણખનીજ વિભાગમાં રજૂઆત કરી છે કે જે માનસર મચ્છુ નદી ઉપર બનાવવામાં આવેલ ચેકડેમના આગળના ભાગમાં વનાળિયા તરફ દિવસ-રાત લોડર મશીનથી ચોરી કરવામાં આવે છે.અગાઉ ગામ લોકોએ 1 લોડર મશીન પકડી ખાણખનીજ વિભાગને સોપેલ હતું.ખાણખનીજ વિભાગનું કામ ગામલોકોને કરવું પડે છે.ગામલોકો ખનીજ ચોરી બંધ કરાવવા જતા ખનીજ માફિયા સાથે તકરાર થાય છે.ખાણખનીજ વિભાગ દ્વારા ખનીજ ચોરી બંધ કરાવવામાં નહીં આવે તો ગ્રામજનો દ્વારા આ ખનીજ ચોરી અટકાવવા જતા કોઈ તકરાર થશે તો તેની સંપૂર્ણ જવાબદારી ખાણખનીજ વિભાગ મોરબીની રહેશે તેવું જાહેર કર્યું છે.

(11:45 am IST)