Gujarati News

Gujarati News

News of Friday, 21st January 2022

સોમનાથ અતિથી ગૃહનું નરેન્‍દ્રભાઇના હસ્‍તે વર્ચ્‍યુલ ઉદઘાટન

ભુપેન્‍દ્રભાઇ પટેલ વિડીયો કોન્‍ફરન્‍સથી જોડાયાઃ રાજયમંત્રી પુર્ણેશ મોદીની ઉપસ્‍થિતી

(દિપક કક્કડ દ્વારા) વેરાવળ, તા.૨૧: આજે શ્રી સોમનાથ મહાદેવના સાનિધ્‍યમાં નવનિર્મિત બનેલ અતિથી ગૃહનું આજે વડાપ્રધાન નરેન્‍દ્રભાઇ મોદીના વર્ચ્‍યુઅલ ઉપસ્‍થિતીમાં કરવામાં આવ્‍યુ હતું. આ તકે મુખ્‍યમંત્રી ભુપેન્‍દ્રભાઇ પટેલ પણ વિડીયો કોન્‍ફરન્‍સનાં માધ્‍યમથી જોડાયા હતા.
જયારે રાજયમંત્રી પુર્ણેશભાઇ મોદી, અરવિંદભાઇ રૈયાણી, જશાભાઇ બારડ, રાજેશભાઇ ચુડાસમા સહિતના ઉપસ્‍થિત રહ્યા હતા.
સોમનાથમાં રૂપિયા ૩૦ કરોડના ખર્ચે રાજય સરકાર દ્વારા નિર્મિત આધુનિક અને સુવિધા સભર અતિથી ગૃહનું વડાપ્રધાન નરેન્‍દ્રભાઈ મોદી વર્ચુઅલી લોકાર્પણ કર્યુ હતુ. આ પ્રસંગે મુખ્‍યમંત્રી ભુપેન્‍દ્રભાઈ પટેલ પણ વર્ચ્‍યુઅલી જોડાશે. સોમનાથ ખાતે સવારે ૧૦ કલાકે જોડાયા હતા. યોજાનારા આ કાર્યક્રમમાં માર્ગ મકાન અને પ્રવાસન યાત્રાધામ વિકાસ વિભાગના મંત્રી પૂર્ણેશ ભાઈ મોદી પ્રત્‍યક્ષ ઉપસ્‍થિત રહ્યા હતા.
મંત્રી પૂર્ણેશભાઇ મોદીએ સોમનાથ મંદિર ટ્રસ્‍ટના સાગર દર્શન ગેસ્‍ટહાઊસના સભાખંડમાં માધ્‍યમો સાથે સંવાદ કરીને
કાર્યક્રમની માહિતી આપતા જણાવ્‍યું હતું અતિથિ ગૃહ નું નિર્માણ સમુદ્રી પવનો- ભેજ ની સામે પ્રતિકાર કરી શકે એવી આધુનિક ટેકનોલોજીથી કરાયુ છે.
ᅠ ᅠ ᅠમંત્રીશ્રીએ જણાવ્‍યું હતું કે, ગુજરાત સરકાર રાજયના પ્રવાસન યાત્રાધામ વિકાસ માટે સતત કાર્યરત છે. સમગ્ર ગુજરાતના દરિયાકાંઠાને ટુરીઝમ સર્કિટ સાથે જોડવાનું આયોજન છે. ગીર સોમનાથ જિલ્લાના પ્રવાસન અને યાત્રાધામ વિકાસ માટે રાજય સરકાર કટિબદ્ધ છે. સોમનાથમાં સીસીટીવી કેમેરા પ્રોજેક્‍ટની પણ મંત્રીએ માહિતી આપી હતી.
આ તકે પ્રભારી મંત્રી અરવિંભાઈ રૈયાણી, સાંસદ રાજેશ ચુડાસમા, ગુજરાત પવિત્ર યાત્રાધામ વિકાસ બોર્ડના સચિવ આર.આર. રાવલ, જિલ્લા ભાજપ પ્રમુખ માનસિંહ પરમાર, સોમનાથ ટ્રસ્‍ટના મેનેજર વિજયસિંહ ચાવડા ઉપરાંત યાત્રાધામ વિકાસ બોર્ડના અને માર્ગ અને મકાન વિભાગના અધિકારીઓ ઉપસ્‍થિત રહ્યા છે

 

(11:39 am IST)