Gujarati News

Gujarati News

News of Friday, 21st January 2022

મોરબીની પ્રજાને પ્રાથમિક સુવિધા ના આપવામાં આવે તો પાલિકાને તાળા બંધી

ગાંધી ચિંધ્યા માર્ગે આંદોલનની જીલ્લા કૉંગ્રેસની ચીમકી.

મોરબી શહેરની એ ગ્રેડ નું કહેવાતી ભાજપ શાસિત નગરપાલિકાના બિન અનુભવી અને અણ આવડત ભર્યા વહીવટથી સોરાષ્ટ નું કહેવાતું એક વખત નું પેરિસ આજે નર્કાગાર હાલતમાં ફેરવાય ગયું હોવાની રજૂઆત મોરબી જીલ્લા કોંગ્રેસે પાલિકાના ચીફ ઓફિસરને કરી છે
મોરબી શહેરની પ્રજાના તમામ પ્રશ્નનું કોય પણ નિરાકરણ નથી થતી આજ મોરબી શહેરની પ્રજા ના પરસેવા ના  ટેક્સ  રૂપિયા  ક્યાં વપરાય છે તે પ્રજા પૂછે છે  આજ મોરબીની પ્રજા  ઉભરાતા ભુર્ગભ ગટર પાણી રોડ  પર ઉપર ઉભરાય છે .પીવાના ગંદા પાણી  પ્રજાના આરોગ્ય સાથે ચેડાં કરે છે શેરી ગલીમાં અંઘકાર અમુક લાઈટો ચાલુ છે તે પણ ચોવીસ કલાક ચાલુ રહે છે તેમજ ઉભળ ખભળ રોડ રસ્તા જ્યાં જોવો ત્યાં ખાડા ટેકરા  કચરાના  ઢગલા બેસુમાર ગંધકી  લોકો  ભર શિયાળે લોકોને પીવાનું પાણી  મળવું લોકોને મુશ્કેલ  આં છે મોરબી શહેરની એ ગ્રેડ  ની ભાજપ શાસિત  નગરપાલિકાની કામગીરી ની નીષફળતા આમ મોરબી નગરપાલિકા  પ્રજા ને પ્રાથમિક સુવિધા આપવા માં સરે આમ નિષ્ફળ ગઈ છે મોરબી શહેરને નીચે મુજબના પ્રશ્નોત્તર પરેશાની છે તો કથામાં પ્રશ્નો નિરાકરણ આવે તે માટે થઈ મોરબી નગરપાલિકા કામગીરી કરવી જોઈએ
(૧) ઉભરાતી ગટરોના ગંદા પાણી રોડ ઉપર ઉભરાય છે
(૨) શેરી ગલીઓમાં અંધકાર
(૩) નવા બનાવેલા રોડ રસ્તા તૂટી ગઈ તેની તપાસ કરી કોન્ટ્રાક્ટરને બ્લેકલિસ્ટ કરવા બાબતે
(૪) ભરશિયાળે પ્રજા ને પીવાનું પાણી પુરવઠો નિયમિત મળતો નથી
(૫) જ્યાં ત્યાં કચરાના ઢગલા
(૬) સાફ-સફાઈ ની અનિયમીતતા
(૭). જીયા stickler લાઈટો ચાલુ છે તે ચોવીસ કલાક ચાલુ રહે છે
(૮) ભૂગર્ભ ગટરની નિયમિત સફાઈ થતી નથી અને કોન્ટ્રાક્ટરનો માણસો દ્વારા પ્રાઇવેટ કામો કરી પ્રજા પાસેથી ગટર સફાઈ ના નામે પૈસાનો ઉઘરાણું કરવામાં આવે છે
(૯) શહેરમાં રખડતા ઢોરનો ત્રાસ જે ઢોર પકડવામાં આવે છે તેનો સાચો આંકડો જાહેર કરવામાં આવતો નથી ખોટી સંખ્યા દર્શાવવી પૈસાનો ભ્રષ્ટાચાર કરવામાં આવે છે
(૧૦) મોરબી શહેરના મુખ્ય રસ્તાઓ ઉપર ઉખડ ખાબડ રોડમાં ખાડા પડ્યા છે જેના કારણે વારંવાર અકસ્માતો સર્જાઈ છે
(૧૧) મોરબી શહેરની પ્રજાને પીવા લાયક પાણી મળતું નથી તેમાં ભૂગર્ભ ના ગંદા પાણી મીક્સ થય જાય છે જેના કારણે લોકો ના મહા મૂલ્ય જીવન સાથે ચેંડા થાય છે
(૧૨)  મોરબી માં ડોર ટુ ડોર ઉઘરાવતા કચરા ના વજન માં પણ ગોલમાલ કરવા માં આવે છે
(૧૩) સફાઈ કામ રોજમદાર માં ખાલી નામ રાખી  કામ નહિ પણ ખાલી પેસા ભેગા કરવા માં આવે છે આમ નગરપાલિકા ના તમામ વિભાગ માં ખાલી વાઉચર બનાવી ભાજપ ના સદસ્ય એની અઘિકારી ની મિલી ભગત થી લાખો રૂપિયા નો ભષ્ટ્રાચાર ચાલે છે
માટે મોરબી શહેર ની એ ગ્રેડ ની નગરપાલિકા પ્રજા ને પ્રાથમિક સુવિધા આપે અને આં તમામ પ્રશ્નોનું તાત્કાલિક નિરાકરણ લાવે નહિતર પ્રજા ને સાથે રાખી કોંગ્રેસ પક્ષ નગરપાલિકા સામે ગમે ત્યારે તાળા બંઘી અને ગાંધી ચિંઘ્યા માર્ગે આંદોલન કરશે માટે પ્રજાને પરેશાન કરતા તમામ પ્રશ્નોનું તાત્કાલિક નિરાકરણ  કરવામાં આવે તેવી જયંતીભાઈ પટેલ જિલ્લા કોગ્રેસ સમિતિ પ્રમુખ રાજુ ભાઈ કાવર પ્રમુખ મોરબી શહેર કોગ્રેસ સમિતિ રમેશભાઈ રબારી.મહેશ રાજ્યગુરૂ .કે ડી પડસુંબિયા લાગણી અને માગણી કરી છે.

(11:39 am IST)