Gujarati News

Gujarati News

News of Friday, 21st January 2022

મોરબીમાં સિરામિકમાં માટીના સાઈલામાં પડી જતા યુવાનનું મોત.

મોરબીમાં સિરામિકમાં આવેલ માટીના સાઈલામાં પડી જતા માટીમાં દબાઈ જતા એક વ્યક્તિનું મૃત્યુ નીપજ્યું હતું જે મામલે મોરબી તાલુકા પોલીસે નોંધ કરી વધુ તપાસ હાથ ધરી છે
મળતી માહિતી મુજબ મોરબીના જેતપર રોડ પર આવેલ લેક્સોપ્લસ સિરામિકના કારખાનામાં કામ કરતા નાનસીંગ ભલાભાઈ અમરીયારી કોઈ કારણોસર માટીના સાઈલામાં પડી જતા માટીમાં દબાઈ જતા તેનું મૃત્યુ નીપજ્યું હતું જે મામલે મોરબી તાલુકા પોલીસને જાણ થતા તાલુકા પોલીસના મણીલાલ ગામેતી સહિતની ટીમ દોડી જઈને વધુ તપાસ ચલાવી છે પ્રાથમિક તપાસ દરમિયાન જાણવા મળ્યું હતું કે મૃતક નાનસિંગભાઈ કામ કરતા હોય દરમિયાન પગ લપસી જતા માટીના સાઈલામાં પડી જતા તેનું મૃત્યુ નીપજ્યું હોવાની માહિતી તપાસ અધિકારી મણીલાલ ગામેતી પાસેથી મળી હતી.

(11:37 am IST)