Gujarati News

Gujarati News

News of Friday, 21st January 2022

ધ્રાંગધ્રા ખૂન કેસનો ફરાર કેદી મેવાડા ઝડપાઇ ગયો

વઢવાણ,તા. ૨૧: ધ્રાંગધ્રા તાલુકા પો.સ્ટે ગુ.૨ન. ૬૯/૨૦૧૭ ઇ.પી.કો. કલમ ૩૦૨ વિગેરે ગુન્હાના કામે ધ્રાંગધ્રા સબ જેલના કાચા કામનો કેદી ભીમાભાઇ ઉકાભાઇ મેવાડા રહે.મપુનગર વાળો ગઇ તા.૨૪/૧૧/૨૦૨૧ થી તા.૨૮/૧૧/૨૦૨૫ સુધી વચગાળાના જામીન ઉપર છુટીને રજા ઉપર ગધેલ અને તા.૨૯/૧૧/૨૦૨૧ ના રોજ ધ્રાંગધ્રા સબ જેલ ખાતે હાજર થવાનુ હોય પરંતુ હાજર થયેલ ના હોય અને ફરાર થયેલ હોય ધ્રાંગધ્રા સબ જેલ ખાતે સોંપી આપવામાં આવેલ છે.

એલ.સી.બી.ના પોલીસ ઇન્સ્પેકટરશ્રી એમ.ડી.ચૌધરીની સુચના અને પેરોલ ફ્લો સ્કવોડના ઇચા.પો.સબઇન્સ. વી.આર.જાડેજા માર્ગદર્શન હેઠળ પેરોલ ફ્લો સ્કવોડના એ.એસ.આઇ. નરપતસિંહ સુરૃભા તથા મહિપતસિંહ ભગવતસિંહ તથા પો.હેડ કોન્સ. અસ્લમખાન અયુબખાન તથા ભરતસિંહ હમીરભાઇ તથા ગુલામરસુલ કાસમભાઇ તથા પો.કોન્સ. ભગીરથસિંહ અનિરૃધ્ધસિંહ તથા અશ્વિનભાઇ ઇશ્વરભાઇ તથા અશ્વિનભાઇ કરશનભાઇ એ રીતેની ટીમ દ્વારા વચગાળાના જામીન ઉપરથી ફરાર કેદીને શોધી કાઢવામાં આવેલ છે.

(11:33 am IST)