Gujarati News

Gujarati News

News of Friday, 21st January 2022

સોરઠનાં હવામાનમાં પલ્ટો વાદળા સાથે ઝાકળ વર્ષા

ઠંડીમાં ધરખમ ઘટાડો, ભેજમાં ભારે વધારો

(વિનુ જોશી) જૂનાગઢ તા. ર૧ :.. સોરઠનાં હવામાનમાં આજે સવારે પલ્ટો આવતા વાદળા સાથે ઝાકળવર્ષા થઇ હતી. જેને લઇ ઠંડીમાં ધરખમ ઘટાડો થયો હતો.

કમોસમી માવઠાની આગાહી વચ્ચે આજે સવારે જૂનાગઢનાં વાતાવરણમાં પલ્ટો આવતા આકાશમાં વાદળ છવાય ગયા હતાં. વાદળાનાં કારણે સૂર્ય નારાયણનાં દર્શન સમયસર શકય બન્યા ન હતાં.

આજે વાતાવરણમાં ભેજનું પ્રમાણ વધીને ૯૩ ટકા થઇ જતા જોરદાર ઝાળકવર્ષા થઇ હતી. બીજી તરફ ગઇકાલની અપેક્ષામાં આજે લઘુતમ તાપમાન ૪.૮ ડીગ્રી વધીને ૧૯.ર ડીગ્રી નોંધાયું હતું.

લઘુતમ તાપમાન વધતા ગુલાબી ઠંડી પણ ગાયબ થઇ ગઇ હતી. ગીરનાર પર ૯.૪ ડીગ્રી લઘુતમ તાપમાન રહયુ હતું. સવારનાં પવનની પ્રતિ કલાકની ઝડપ ૪.પ કિ.મી.ની રહી હતી.

(11:32 am IST)