Gujarati News

Gujarati News

News of Friday, 21st January 2022

સાળંગપુર શ્રી કષ્ટભંજનદેવ હનુમાનજીના સાનિધ્યમાં કાલે નૂતન ભોજનાલયની ઝાંખી

વાંકાનેર,તા. ૨૧ : બોટાદ જિલ્લાના જગ વિખ્યાત એવા સાળંગપુરધામમા આવેલ સૌનું આસ્થાનુ પ્રતીક શ્રદ્ઘા કા દૂસરા નામ સાળંગપુરધામ કે જયાં ધજા ફરકે છે સત ધર્મની એવા શ્રી સ્વામિનારાયણ મંદિર, વડતાલ તાબાનુ શ્રી કષ્ટભંજનદેવ હનુમાનજી મંદિર, સાળંગપુરધામ આયોજિત શનિવાર તો દાદાના દરબારમા જ આવતીકાલે તા.૨૨/૧/૨૨ને શનિવારના રોજ જે દાદા ના દરબાર મા ત્રણ માળનુ શ્રી કષ્ટભંજનદેવ નૂતન ભોજનાલયનુ બાંધકામ ચાલુ છે જે નૂતન ભોજનાલય અતિ આધુનિક ટેકનોલોજીથી બનાવવામા આવી રહેલ છે અત્યારે પુર જોશમા કામ ચાલુ છે.

જે નૂતન ભોજનાલય મા એકી સાથે ત્રણ હજાર ભાવિકો ડાઇનિંગ ટેબલ ઉપર બેસીને મહા પ્રસાદ લ્યે તેવું ભોજનાલય બનશે જે આજે પૂજય પૂજારી સ્વામી શ્રી ધર્મકિશોરદાસજી સ્વામી ( ડી.કે.સ્વામી ) એ હિતેશ રાચ્છ ને કહેલ કે આ ભોજનાલય ( ૪૫ કરોડના ખર્ચે અંદાજિત બનશે ) દાદાની અસીમ કૃપાથી આ દિવ્ય ભવ્ય ભોજનાલય બનશે અને દેશ વિદેશમા વસતા દાદાના ભકતજનો આ નવ નિર્મિત ભોજનાલયમા સહકાર આપશે આવતીકાલે દાદાના નિજ મંદિરમા જે નવ નિર્મિત શ્રી કષ્ટભંજનદેવ ભોજનાલય બનશે જેની વિશાળ તસ્વીર રાખવામાં આવશે અને આખો દિવસ નવ નિર્મિત નૂતન ભોજનાલયની સુંદર તસ્વીર જોવા મળશે આવતીકાલે મંગળા આરતી સવારે ૫:૩૦ કલાકે થશે અને શણગાર આરતી સવારે સાત કલાકે પૂજય સંતો ના પાવન સાનિધ્યમાં થશે સાંજે ૬:૧૫ કલાકે દાદા ની ભવ્ય દિવ્ય સંધ્યા આરતી થશે આવતીકાલે પરિવાર સાથે નૂતન ભોજનાલયની ઝાંખી દર્શન કરીએ અને ધન્યતા અનુભવીએ ખાસ નોંધ  મંદિરમા આવતા ભકતોએ ફરજીયાત માસ્ક પહેરીને જ આવવું તેમજ ધર બેઠા ઓનલાઇન ઉત્સવના દર્શન નિહાળો ONLY ON> YOU TUBE SALANGPUR HANUMANJI ઉપર કાયમ માટે દાદા ના લાઈવ દર્શન આરતી ઉત્સવો આવે જ છે સાળંગપુરધામથી પ પુ શાસ્ત્રી સ્વામીશ્રી હરીપ્રકાશદાસજી સ્વામી, કોઠારી સ્વામી શ્રી વિવેકસાગરદાસજી સ્વામી, પૂજારી સ્વામી શ્રી ડી.કે.સ્વામીજીએ જણાવ્યુ છે.

(11:32 am IST)