Gujarati News

Gujarati News

News of Friday, 21st January 2022

આરંભડાના વૃધ્ધનું અકળ કારણોસર કુવામાં પડી જતા મૃત્યુ

ખંભાળિયા તા.ર૧ : ઓખા મંડળના મીઠાપુર તાબેના આરંભડા વિસ્તારમાં રહેતા હુસેનભાઇ ગુલાબહુસેનભાઇ બુખારી નામના ૭૦ વર્ષના મુસ્લિમ વૃધ્ધ ગઇકાલે ગુરૃવારે દિવસ દરમિયાન જલારામ નગર વિસ્તારમાં આવેલા પાણી ભરેલા કુવામાં પડી જતા ડુબી જવાના કારણે તેમનું મૃત્યુ નિપજયું હતું. આ બનાવની જાણ મૃતકના પુત્ર ઇરફાનભાઇ હુસેનભાઇ બુખારી (ઉ.૩૮ રહે. આરંભડા સીમ) એ મીઠાપુર પોલીસને કરતા પોલીસે હાલ અકમાત મૃત્યુ અંગેની નોંધ કરી, જરૃરી કાર્યવાહી કરી હતી.

(11:31 am IST)