Gujarati News

Gujarati News

News of Friday, 21st January 2022

સમગ્ર દેશમાં પ્રથમ વખત મોરબી આઈટીઆઈમાં નર્સિંગ કોર્ષ શરૂ.

કોરોનાની બીજી લહેર દરમિયાન થયેલી પેરા મેડિકલ સ્ટાફની અછત દૂર કરવા માટે આઈ.એમ.સી.કમિટી દ્વારા ઉમદા પહેલ કરાઈ : ઘો 10 પાસ વ્યક્તિ પેરા મેડિકલ સ્ટાફના કોર્ષની તાલીમ મેળવી શકશે

મોરબી : સામાન્ય રીતે ઔદ્યોગિક તાલીમ સંસ્થા એટલે આઈટીઆઈમાં મિકેનિકલ અને ઇલેક્ટ્રિકલ તેમજ ઉધોગોને લગતા જ કોર્ષ થતા હોય છે. પણ સમગ્ર દેશમાં પ્રથમ વખત અને એ પણ સીરામીક નગરી મોરબીમાં આઈ.ટી.આઈમાં નર્સિંગ કોર્ષ શરૂ થયો છે. કોરોનાની બીજી લહેર દરમિયાન થયેલી પેરા મેડિકલ સ્ટાફની અછત થઈ હોય ભવિષ્યમાં આવી અછત ન થાય તે માટે આઈટીઆઈ ખાતે સીરામીક ઉદ્યોગકારોની આઈ.એમ.સી.કમિટીએ સરકારમાંથી મંજૂરી મેળવી પેરા મેડિકલ સ્ટાફ માટે જનરલ ડ્યુટી આસિસ્ટન્ટ કોર્ષ શરૂ કરવામાં આવ્યો છે.
મોરબીના ઘુંટુ ખાતે આવેલ આઈટીઆઈ કેન્દ્રનીઆઈ.એમ.સી. કમિટીના ચેરમેન રાજુભાઈ ધમાસણાએ આજે પત્રકર પરિષદમાં જણાવ્યું હતું કે, કોરોનાની બીજી લહેર દરમિયાન તેઓએ જુદીજુદી સંસ્થાઓ સાથે જોડાઈને કોરોના દર્દીઓ માટે કામ કરતા હતા અને દર્દીઓને જે હાલાકી પડી હતી તેમાં મોટાભાગે હોસ્પિટલમાં પેરા મેડિકલ સ્ટાફની અછતને કારણે આ સમસ્યા ઉભી થઇ હતી. તેથી લોકોને ભવિષ્યમાં આવી મુશ્કેલીઓનો સામનો ન કરવો પડે તે માટે આઈટીઆઈના પ્રિન્સિપાલ સાથે જરૂરી મસલત કરી સરકારમાંથી આઇટીઆઈમાં પેરા મેડિકલ સ્ટાફ માટે અભ્યાસક્રમ ચાલુ કરવાની મંજૂરી મેળવી બહુ જ ટૂંકાગાળામાં મોરબીના આઈટીઆઈ ખાતે મેડિકલ સ્ટાફ માટે જનરલ ડ્યુટી આસિસ્ટન્ટ કોર્ષ શરૂ કર્યો છે.
વધુમાં તેઓએ જણાવ્યું હતું કે, આઈટીઆઈમાં આ કોર્ષ શરૂ કરવાની સરકારની જોગવાઈ છે. પણ એની ખાસ મજુંરી મેળવવાની હોય એમાં સમગ્ર દેશમાં મોરબીએ પહેલ કરી છે અને દેશ તેમજ રાજ્યમાં પ્રથમ વખત મોરબી આઈટીઆઈ ખાતે પેરા મેડિકલ સ્ટાફ માટે આ કોર્ષ શરૂ કરવામાં આવ્યો છે. જ્યારે આઈ.એમ.સી.કમિટીના મેમ્બર અમિત કાસુન્દ્રાએ જણાવ્યું હતું કે, આ જનરલ ડ્યુટી આસી.નો કોર્ષ 420 કલાક એટલે સાડા ત્રણ મહિનાનો છે અને એમાં શૈક્ષણિક લાયકાત ધો.10 પાસ સુધીની છે. એટલે ધો. 10 પાસ વ્યક્તિ આ કોર્ષ કરી શકે છે.
 જ્યારે આઈટીઆઈના પ્રિન્સિપાલ આર.બી.પરમારે જણાવ્યું હતું કે, આઈ.એમ.સી. કમિટીના ચેરમેન રાજુભાઇ ધમાસણાની દરખાસ્ત બાદ આ કોર્ષ શરૂ કરવામાં આવ્યો છે.આ કોર્ષથી ખૂબ જ ટૂંકાગાળામાં બેરોજગારો રોજગારી મેળવી શકશે અને ટૂંકા સમયમાં જરૂરી મેડિકલ સ્ટાફ પણ તૈયાર થઈ જશે. આ કોર્ષમાં દર્દીને બૈઝીક ટ્રીટમેન્ટ જેવી કે,ઇંજેક્શન આપવા, બાટલા ચડાવવા તેમજ પાટા-પીંડી કરવા સહિતની તાલીમ આપવામાં આવશે. જો કે, પ્રેક્ટિકલ તાલીમ હોસ્પિટલમાં લેબી પડે એમ હોવાથી આ કોર્ષ સાથે સિવિલ હોસ્પિટલને ટાઈપ કરીને તેમાં તાલીમાર્થીઓ તાલીમ લેવા જશે. ધો. 10 પાસ વ્યક્તિ આ કોર્ષ કરી શકશે.બાદમાં તાલીમ આપી એની એક્ઝામમાં પાસ થનારને સરકાર તરફથી સર્ટિફિકેટ આપવામાં આવશે.
મોરબી આઈટીઆઈમાં હાલ આઠ પ્રકારના કોર્ષ ચાલુ છે. જેમાં ડ્રાફ્ટ મેન સિવિલ, ફિટર ઇન્સ્ટુંમેન્ટ મિકેનિકલ, ઇલોકટ્રોનિક મિકેનિકલ, ઇલેટ્રીશિયન, કોમ્યુટર ઓપરેટર અને મિકેનિકલ મોટર રિવાઇડીગ જેવા કોર્સ ચાલુ છે. જ્યારે આ મેડિકલ માટેના નવા કોર્ષનો હાલ 20 જેટલા તાલિમાર્થીઓ લાભ લઇ રહ્યા છે અને ભવિષ્યમાં વધુ વિદ્યાર્થીઓ લાભ લઇ શકે તે માટે 3 બેન્ચ શરૂ કરવાનું આયોજન છે.
અંતમાં રાજુભાઈ ધમાસણાએ જણાવ્યું હતું કે, આઈટીઆઈમાં સીરામીક ઉધોગ આધારિત કોર્ષ શરૂ કરવા માટે અગાઉ ઉધોગકારોની આઈએમસી કમિટી બનાવવામાં આવી છે.જેને સરકાર તરફથી પૂરતું પ્રહોત્સાન મળે છે. હાલમાં સીરામીક ઉધોગ માટે વિવિધ કોર્ષ ચાલુ છે અને આગામી સમયમાં નવા વિટ્રીફાઇડ સીરામીક એકમો માટે ગ્લેઝ લાઈન ઓપરેટરનો કોર્ષ શરૂ કરાશે. તેમજ મોરબીવાસીઓની માગણી પ્રમાણે મોરબી પ્રદુષણ મુક્ત બને તે માટે સીરામીક સહિતના ઘન કચરાના નિકાલ અને રીયુઝ અંગે પણ કોર્ષ શરૂ કરાશે.આ પત્રકાર પરિસદમાં આઇએમસીના ચેરમેન રાજુભાઈ ધમાસાણા, , અમિતભાઇ કાસુન્દ્રા આચાર્ય આર.બી. પરમાર, જે.એચ. હળવદિયા, રોજગાર અધિકારી બી.ડી. જોબનપુત્રા સહિતના હાજર રહ્યા હતા.

(11:30 am IST)