Gujarati News

Gujarati News

News of Friday, 21st January 2022

વીર વિદરકા ગામે થયેલ હત્યાના આરોપીને જેલ હવાલે કરાયો.

માળિયા તાલુકાના વીરવિદરકા ગામે ૯ દિવસ પહેલા ગામમાં યુવાનનો મૃતદેહ મળી આવ્યો છે જેમાં યુવાનને તીક્ષ્ણ હથિયારના ઘા ઝીંકી હત્યા કરવામાં આવી હોવાની પોલીસ ફરિયાદ નોંધી આરોપીઓને ઝડપીને રિમાન્ડ મેળવ્યા હતા જે રિમાન્ડ પૂર્ણ થતા જેલ હવાલે કરવામાં આવ્યો છે
માળિયાના વીર વિદરકા ગામે પત્નીની અવારનવાર પજવણી કરી બીભત્સ માંગણી કરતા યુવાનની દિનેશભાઇ ગોવિંદભાઇ નાયક મુળ રહે.મુંદલા તા.છકતલા જી.અલીરાજપુર મધ્યપ્રદેશ વાળા શખ્સે હત્યા કરી હતી. આ બનાવ બાદ પોલીસે આરોપીની ધરપકડ કરી હતી. ગઈકાલે આરોપીને કોર્ટમાં રજૂ કરાતા કોર્ટે એક દિવસના રિમાન્ડ મંજુર કર્યા હતા. રિમાન્ડ પૂર્ણ થતાં આરોપીને જેલહવાલે કરવામાં આવ્યો છે.

(11:28 am IST)