Gujarati News

Gujarati News

News of Friday, 21st January 2022

મોરબી: રાજકોટ નાગરિક બેંક અને તેના ગ્રાહકોના કરોડો ચાઉં કરનાર ભેજાબાજ ઝડપાયો

ડેપ્યુટી ચીફ મેનેજર દ્વારા બેંકના જ એક કર્મચારીની સામે બેન્કના ખાતેદારો અને બેન્કની સાથે કરોડોની છેતરપિંડી કરી હોવાની ફરિયાદ

રાજકોટ નાગરિક સહકારી બેન્કની મોરબી બ્રાન્ચના ડેપ્યુટી ચીફ મેનેજર દ્વારા ડિસેમ્બર માહિનામાં બેંકના જ એક કર્મચારીની સામે બેન્કના ખાતેદારો અને બેન્કની સાથે કરોડોની છેતરપિંડી કરી હોવાની ફરિયાદ કરવામાં આવી હતી જે મામલે મોરબી એ ડીવીઝન પોલીસે છેતરપીંડી કરનાર મુખ્ય આરોપીને ઝડપી પાડી વધુ તપાસ હાથ ધરી છે
રાજકોટ નાગરિક સહકારી બેન્કની મોરબી બ્રાન્ચના કર્મચારી દ્વારા એફડીની રકમમાં ગોટાળા કરીને પોતાના અંગત સ્વાર્થ માટે તે રકમનો ઉપયોગ કરવામાં આવ્યો હતો જેથી ઓગસ્ટ ૨૦૨૧માં બેન્કના બે કર્મચારીઓને બેંકમાંથી તાત્કાલિક ધોરણે સસ્પેન્ડ કરવામાં આવ્યા હતા અને બેંકના ઓડિટ વિભાગ દ્વારા તપાસ કરવામાં આવ્યા બાદ મોરબીના રવાપર રોડ પર આવેલ રાજકોટ નાગરિક સહકારી બેન્ક મોરબી શાખાના ડેપ્યુટી ચીફ મેનેજર ધર્મેશ કાશીરામ મોરે જાતે મરાઠી ક્ષત્રીય (ઉ.૪૬) એ બેંકના કર્મચારી પ્રકાશભાઇ ગોંવીદભાઇ નકુમ(રહે. વાવડીરોડ કારીયા સોસાયટી મોરબી) તેમજ તપાસમાં જે લોકોના નામ સામે ફરિયાદ નોંધી જણાવ્યું હતું કે વર્ષ ૨૦૧૭ થી તા.૧૯/૭/૨૦૨૧ સુધીમાં આરોપી મોરબી રવાપર રોડ ઉપર આવેલ નાગરિક સહકારી બેન્ક લિ. માં ફરજ બજાવતો હતો ત્યારે રાજકોટ નાગરીક સહકારી બેન્કમા નોકરી દરમ્યાન આર્થિક લાભ લેવાના બદઈરાદે જુદા જુદા ખાતાધારકોની કોઇપણ જાતની રસીદ વગર ફિક્સ ડિપોઝિટને પ્રિ-મેચ્યોર કરી કોમ્પ્યુટરમાં ખોટી એન્ટ્રીઓ કરી હતી અને ખોટા ખાતામાં રકમ જમા કરાવી તેમજ પાસબુકના નેરેશન બદલીને ખાતધારકના ચેકોમાં પોતે સહીઓ કરી ચેકનો ખરા તરીકે ઉપયોગ કરી કોમ્પ્યુટરમાં ખોટી એન્ટ્રી કરી હતી અને આ બાબત ખાતાધારકની જાણ બહાર નેટબેંકીંગ (IMPS) ચાલુ કરી ઓનલાઇન ઉચાપતના નાણા ટ્રાન્સફર કરી બેંકના કુલ મળીને ૫૯ ખાતાધારકના ખાતાની અંદાજીત કુલ પાકતી રકમ ૧,૯૨,૯૯,૦૬૪ ની નાણાંકીય ઉચાપત કરી હોવાની ફરિયાદ નોંધવામાં આવી હતી તો મોરબી એ ડીવીઝન પોલીસે આઇ.પી.સી.કલમ-૪૦૯, ૪૦૬, ૪૨૦, ૪૬૫, ૪૬૭, ૪૬૮, ૪૭૧ મુજબ ગુન્હો નોંધી એ ડીવીઝન પી આઈ જે એમ આલ સહિતની ટીમે વધુ તપાસ હાથ ધરવામાં આવતા મુખ્ય આરોપી પ્રકાશભાઇ ગોંવીદભાઇ નકુમને ઝડપી પાડીને રિમાન્ડની માંગણી સાથે કોર્ટમાં રજુ કરવામાં આવશે.

(11:23 am IST)