Gujarati News

Gujarati News

News of Friday, 21st January 2022

મોરબી જીલ્લામાં ૨૦૬ કેસ પોઝીટીવ નોંધાયા: ગ્રામ્ય વિસ્તારમાં વધુ ૧૦૫ કેસ: વધુ ૮૦ દર્દીઓ સાજા થયા :. ૧૭૬૦ સેમ્પલ લેવાયા હતા.

મોરબી જીલ્લામાં ગુરુવારના રોજ ૨૦૬ કેસ પોઝીટીવ નોંધાયા છેજેમાં ખાસ કરીને ગ્રામ્ય વિસ્તારમાં વધુ ૧૦૫ કેસ પોઝીટીવ નોંધાયા છે તો વધુ ૮૦ દર્દીઓ સાજા થયા છે
 મળતી માહિતી મુજબ મોરબી જીલ્લામાં કોરોનાનું સંક્રમણ સતત વધી રહ્યું છે તો ગુરુવારના રોજ ૧૭૬૦ સેમ્પલ લેવામાં આવ્યા હતા જેમાંથી ૨૦૬ કેસ પોઝીટીવ નોંધાયા છે જેમાં મોરબી તાલુકામાં કુલ ૧૫૬ કેસ જેમાં ગ્રામ્ય ૫૯ અને શહેરમાં ૯૭, વાંકાનેર તાલુકામાં ૧૩ જેમાં ૯ ગ્રામ્ય અને શહેરમાં ૪, હળવદ તાલુકાના ગ્રામ્ય વિસ્તારમાં ૧૨, ટંકારા તાલુકાના ગ્રામ્ય વિસ્તારમાં ૧૮ અને માળિયા તાલુકાના ગ્રામ્ય વિસ્તારમાં ૭ કેસ પોઝીટીવ નોંધાયા છે જેથી એક્ટીવ કેસનો આંક ૧૧૭૩ પર પહોચ્યો છે તો વધુ ૮૦ દર્દીઓ સાજા થયા છે.

(11:22 am IST)