Gujarati News

Gujarati News

News of Friday, 21st January 2022

મોરબીમાં રીક્ષામાં ભુલાઈ ગયેલ પાર્સલ પોલીસે યુવાનને પરત કર્યું.

ગાંધીધામથી મોરબી આવેલ યુવાનનું રીક્ષામાં મુસાફરી દરમિયાન એક પાર્સલ રીક્ષાના ભુલાઈ જતા પોલીસે નેત્રમ કંટ્રોલ રૂમ દ્વારા શોધી કાઢીને પાર્સલ યુવાનને પરત કર્યું હતું
મળતી માહિતી મુજબ કચ્છના ગાંધીધામમાં રહેતા ભરતભાઈ વિષ્ણુભાઈ પરમાર ગત તા.૧૭ ના રોજ મોરબી આવેલ હોય અને ગાંધીચોકથી નટરાજ ફાટક સુધી રીક્ષામાં મુસાફરી કરી હતી બાદમાં રીક્ષામાં તેઓનું એક પાર્સલ ભૂલી ગયા હતા જેથી મોરબી એસપી કચરી ખાતે જીલ્લા પોલીસ વડા એસ આર ઓડેદરા તથા ડીવાયએસપી મુનાફખાન પઠાણના માર્ગદર્શન હેઠળ ચાલતા નેત્રમ (વિશ્વાસ પ્રોજેક્ટ) કમાંડ એન્ડ કંટ્રોલ સેન્ટરને જાણ કરવામાં આવતા પોલીસને ટીમે મોરબી શહેરમાં સીસીટીવીની મદદથી રીક્ષા શોધી કાઢીને ભરતભાઈ પરમારને પાર્સલ (એક GSWAN ની સ્વીચ) કીમત રૂ.૨૦,૦૦૦ પરત કરી ઉતમ કામગીરીનું ઉદાહરણ પૂરું પાડ્યું હતું
મોરબી જીલ્લા પોલીસની આ કામગીરીમાં કોમ્પ્યુટર સેલના પી એસ આઈ પી ડી પટેલ, નેત્રમ કંટ્રોલ રૂમમાં ફરજ બજાવતા જનકસિંહ જયરાજસિંહ, સહદેવભાઈ શિવલાલભાઈ અને સાગરભાઈ કિરીટભાઈ સહિતની ટીમે કરેલ છે.

(11:21 am IST)