Gujarati News

Gujarati News

News of Friday, 21st January 2022

મોરબી ભક્તિનગર સર્કલ પાસેથી દેશી દારૂ ભરેલી રીક્ષા લઈ નીકળેલા બે ઝડપાયા.

મોરબી સિટી એ ડિવિઝન પોલીસે ભક્તિનગર સર્કલ નજીક દેશી દારૂ ભરેલી સીએનજી રીક્ષા સાથે બે શખ્સોને ઝડપી લીધા હતા.
પ્રાપ્ત વિગતો મુજબ મોરબી સિટી એ ડિવિઝન પોલીસે ભક્તિનગર સર્કલ નજીકથી શંકાસ્પદ હાલતમાં પસાર થયેલી સીએનજી રીક્ષા અટકાવી તલાશી લેતા રિક્ષામાંથી ૩૦૦ લીટર દેશીદારૂ સાથે રાજકોટ રામનાથપરામાં રહેતો
મુનાભાઇ લાલજીભાઇ વઢીયારા અને મોરબીનો રવીભાઇ ઉર્ફે બુચીયો દેવજીભાઇ સાથલીયા ઝડપાઇ ગયા હતા.
પોલીસે આ મામલે સી.એન.જી રીક્ષા નં.GJ.6.XX.2704 કિ.રૂ.૫૦૦૦૦ કબ્જે કરી દેશીદારૂ લીટર ૩૦૦ કિંમત રૂપિયા ૬૦૦૦ સહિત કુલ ૫૬૦૦૦નો મુદ્દામાલ કબ્જે કરી બન્ને આરોપીઓ વિરુદ્ધ પ્રોહીબિશન એકટ મુજબ કાર્યવાહી હાથ ધરી હતી.

(11:20 am IST)