Gujarati News

Gujarati News

News of Friday, 21st January 2022

મોરબીના રાજપર ગામ નજીક ગમખ્વાર અકસ્માત મામલે કાર ચાલક સામે ગુન્હો દાખલ

ચાચાપર મજુરોને મુકવા જતા કોન્ટ્રાક્ટરે અકસ્માત સર્જી દેતા ત્રણેયના મોત થયા.

મોરબી પંથકમાં અવારનવાર અકસ્માતો સર્જાતા રહે છે જેમાં ગત રાત્રીના એક કાર વીજ થાંભલા સાથે અથડાયા બાદ પલટી મારી જતા કારમાં સવાર મહિલા સહિત ત્રણના મોત થયા હતા જે મામલે મોરબી તાલુકા પોલીસની ટીમે દોડી જઈને વધુ તપાસ હાથ ધરી હતી
મળતી માહિતી મુજબ મોરબી થી ચાંચાપર ગામ તરફ જતી કાર થોરાળા ગામ નજીક વીજ થાંભલા સાથે અથડાઈ હતી કાર કોઈ કારણોસર વીજ થાંભલા સાથે ટકરાયા બાદ પલટી મારી ગઈ હતી   અકસ્માતને પગલે કારમાં સવાર મહિલા સહીત ત્રણ વ્યકતીઓના મૃત્યુ નીપજ્યા હતા તો ધટનાની જાણ થતા મોરબી તાલુકા પોલીસના પી એસ આઈ વી કે કોઠીયા સહિતની ટીમ દોડી આવીને ધોરણસરની કાર્યવાહી હાથ ધરી હતી
બનાવ અંગે મૃતક રંજેશ મેહતાના ભાઈ મંજ્યકુમાર બેચનભાઈ મેહતાએ મોરબી તાલુકા પોલીસમાં ફરિયાદ નોંધાવી છે જેમાં જણાવ્યું છે કે તેનાભાઇ રંજ્યકુમાર બેચનભાઈ મેહતા  એ પોતાની એસેન્ટ કાર જીજે ૦૩ સીએ ૪૮૧૪ પુર ઝડપે ચલાવીને રાજપર બગથળાના પાટિયા નજીક સ્ટેરીંગ પરથી કાબુ ગુમાવી દેતા રોડની સાઈડમાં આવેલ લોખંડના ઇલેક્ટ્રિક થાંભલા સાથે ભટકાડી એક્સિડન્ટ કરી પોતાને તથા કારના સવાર સાહેદ સાહેબલાલ શ્રીરામ બહાદુર યાદવ અને તેની સાથે રહેતી ઇન્દોરવતી કુમારી ગંગારામ પંડિતને ગંભીર ઈજાઓ થતા રંજયકુમાર, સાહેબલાલ અને ઇન્દોરવતીના મૃત્યુ નીપજ્યા હોવાની ફરિયાદ નોંધાવી છે.

(11:19 am IST)