Gujarati News

Gujarati News

News of Friday, 21st January 2022

મેંદરડાના નાગલપુર ગામમાં થયેલ ટ્રેકટર ચોરીનો આરોપી ઝડપાયો

જૂનાગઢ, તા. ૨૧ :. મેંદરડા પોલીસ સ્ટેશન ગુ.૨.નં. ૧૧૨૦૩૦૩૯૨૨૦૦૧૧/ ૨૦૨૨ આઈ.પી.સી. કલમ ૩૭૯ મુજબના ગુન્હાના કામે ચોરીમાં ગયેલ મુદ્દામાલ અંગેની તપાસમાં હતા તે દરમિયાન પો.હેડ કોન્સ. જયેશભાઈ દયાશંકરભાઈ વિકમાને સદરહુ ચોરીના ગુન્હાને અંજામ આપનાર ઈસમને વિસાવદર તાલુકાના શોભા વડલા ગામે હોય તેવી બાતમી મળતા તુરંત જ સદર બાબતની ખરાઈ કરી ફરીયાદીએ જણાવેલ નામવાળો ઈસમ મળી આવેલ હોય અને ગુન્હાની કબુલાત આપતા હોય જેથી મજકુર આરોપીને હસ્તગત કરી ગુન્હાના કામે અટક કરવામાં આવેલ છે. તેમજ આ ચોરીમાં ગયેલ મુદ્દામાલ મેસી ટેફ એમએફ ૧૧૩૪ ડીઆઈ કંપનીનું એક ટ્રેકટર રજી. નંબર જીજે ૧૧ બીએચ ૨૯૨૪નું કિં. રૂ. ૫,૫૦,૦૦૦ની તથા શ્રીરામ એગ્રો કંપનીનું ટ્રેઈલર રજી. નંબર ૪૭૪૫ની કિં. રૂ. ૧,૫૦,૦૦૦નું ટ્રેકટર સાથે ટ્રોલી જેની કુલ કિં. રૂ. ૭,૦૦,૦૦૦નો મુદામાલ રીકવર કરી કબ્જે કરવામાં આવેલ છે.

પકડાયેલ આરોપીઃ રામકુભાઈ વીસાભાઈ વાળા જાતે કાઠી દરબાર (ઉ.વ. ૨૫) ધંધો ખેતી રહે. શોભાવડલા ગીર શંકર મંદિરની સામે તા. વિસાવદર છે.

આ કામગીરીઃ (૧) પો.સબ ઈન્સ. કે.એમ. મોરી તથા (૨) પો. હેડ કોન્સ. જયેશભાઈ દયાશંકરભાઈ વિકમા તથા (૩) પો. હેડ કોન્સ. પ્રદ્યુમનસિંહ જી. ઝણકાતા તથા (૪) પો. કોન્સ. અનિલભાઈ બાબુભાઈ જમોડ તથા (૫) પો. કોન્સ. સુરેશભાઈ મોહનભાઈ ભાંભાણા (૬) પો.કોન્સ. જગદીશભાઈ માણસુરભાઈ સિંધવએ કરી છે.

(1:21 pm IST)