Gujarati News

Gujarati News

News of Friday, 21st January 2022

ભાવનગરમાં પૈસાની લેતી-દેતીમાં હૂમલો

ભાવનગર, તા. ૨૧ :. ભાવનગરમાં પૈસાની લેતી-દેતીના મામલે યુવાન પર હુમલો થયાની પોલીસ ફરીયાદ નોંધાઈ છે.

શહેરના ભરતનગર વિસ્તારમાં નવા બે માળીયામાં રહેતા તુષારભાઈ ઉપેન્દ્રભાઈ ત્રિવેદી (ઉ.વ. ૩૦)એ બાવચંદભાઈ બોઘાભાઈ કરપોરીયા, નાનુભાઈ તોગાભાઈ કસોટીયા અને અનિલ સુખાભાઈ રાયકા નામના શખ્સો સામે ફરીયાદ નોંધાવી જણાવ્યુ હતુ કે આ શખ્સોએ નાણાકીય લેતી-દેતીના મામલે તળાજા જકાતનાકા નજીક અટકાવી બોલાચાલી કરી પાઈપ વડે હુમલો કરી મોંના ભાગે મુંઢ ઈજાઓ પહોંચાડી ગાળો બોલી જાનથી મારી નાખવાની ધમકી આપી નાસી છૂટયા હતા. આ અંગે પોલીસે ગુન્હો નોંધી આરોપીને ઝડપી લેવા તજવીજ હાથ ધરી છે.

ચોરી

તળાજા જકાતનાકા વિસ્તારમાં ગાયત્રીનગર પ્લોટ નં. ૧૨૫૦માં રહેતા અને પડવા પાવર પ્લાન્ટમાં આસિ. એન્જીનીયર તરીકે ફરજ બજાવતા ધ્રુપદસિંહ મંગળસિંહ જાડેજાના બંધ મકાનને નિશાન બનાવી તસ્કરો રોકડ તથા ઘરેણા મળી કુલ રૂ. ૭૦૫૦ની માલમત્તાની ચોરી કરી નાસી છૂટયા હતા. આ અંગે ભરતનગર પોલીસ સ્ટેશનમાં ફરીયાદ નોંધાવાતા પોલીસે તપાસ હાથ ધરી છે.

(11:13 am IST)