Gujarati News

Gujarati News

News of Friday, 21st January 2022

વડિયાના તોરી ગામે દેશી દારૂ બાબતે અમરેલી એલસીબીની સફળ રેડ ૧૩૦ લીટર દેશી દારૂ ઝડપ્યો

(ભીખુભાઇ વોરા દ્વારા) વડિયા,તા. ૨૧ : અમરેલી જિલ્લાના છેવાડાના તાલુકા મથક એવા વડિયામાં રોજ અવનવી જગ્યાએ થી દારૂડિયા પકડાયા ના સમાચાર સાંભળવા મળતા હોય છે. ત્યારે વડિયા અને ગ્રામીણ વિસ્તારમાં દેશું દારૂના વેચાણ બાબતે જાણે પોલીસ અજાણ હોય તે રીતે સબ સલામતના ગાણા ગાતી હોય તેવા દ્રષ્યો જોવા મળતા હતા. ત્યાં અમરેલી એલસીબીના અજય એમ. સોલંકી દ્વારા વડિયા થી બગસરા રોડ પર આવેલા તોરી ગામે બજરંગ પાન અને કરિયાણાની દુકાન પર દારૂ વેચાતો હોવાની બાતમીના આધારે રેડ કરતા ચિરાગ ચંદુભાઈ ગૌસ્વામી રહે તોરીમાં આવેલી તેની દુકાન પર તપાસ કરતા કોઈ મળી આવેલ ના હોય પરંતુ દેશી દારૂના કેરબા ભરેલા કુલ ૧૩૦ લીટર દેશી દારૂ, કિંમત રૂ.૨૬૦૦/-મળી આવેલા હોય તેનો કબ્જો મેળવી આ બાબતની ફરિયાદ અમરેલી એલસીબીના એ. એમ. સોલંકી દ્વારા વડિયા પોલીસ સ્ટેશનમાં દાખલ કરાઈ હતી. જે બાબતે પ્રોહી. એકટ ૬૫(ફૂ)ઁસ્ન મુજબ ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરવામાં આવી છે.જોકે આરોપી હજુ ધરપકડથી બહાર હોવાનુ વડિયા પોલીસમાંથી જાણવા મળ્યું છે. વડિયાના સરહદી વિસ્તારમાં ફૂલા ફાલા દેશી દારૂના વેચાણ બાબતે વડિયા પોલીસ દ્વારા ખાસ જુમ્બેશ હાથ ધરી તેને બંધ કરાવવા માં આવે અને હાલક ડોલક થતા દારૂડિયાના દ્રશ્યો ફરી વડિયાની બજારોમાં જોવાના મળે તેવી લોક માંગણી જોવા મળી રહી છે.

(11:13 am IST)