Gujarati News

Gujarati News

News of Friday, 21st January 2022

સૌરાષ્‍ટ્ર-કચ્‍છમાં કોરોના કેસમાં સતત એકધારો વધારો

ભાવનગર પ૮૭, કચ્‍છ પ૪૦, મોરબી ર૦૬, સુરેન્‍દ્રનગર ૧પ૬, દેવભૂમિ દ્વારકા જીલ્લામાં ૪પ કેસ નોંધાતા ચિંતા પ્રસરી

રાજકોટ તા. ર૧ :.. રાજકોટ સહિત સૌરાષ્‍ટ્ર-કચ્‍છમાં સર્વત્ર કોરોના કેસમાં સતત વધારો થઇ રહયો છે.
ભાવનગરમાં પ૮૭, કચ્‍છ પ૪૦, મોરબી  ર૦૬, સુરેન્‍દ્રનગર ૧પ૬, દેવભૂમિ દ્વારકા જીલ્લામાં ૪પ કેસ નોંધાતા ચિંતા પ્રસરી છે.
ભાવનગર
(વિપુલ હિરાણી દ્વારા) ભાવનગરઃ ભાવનગરમાં કોરોના વાયરસ નો કહેર ઝડપથી વધી રહ્યો છે. છેલ્લા ૨૪ કલાક દરમિયાન ભાવનગર ૫૮૭ પોઝીટીવ કેસ નોંધાયા છે. કોરોના ના કેસો વધતા લોકોમાં ખળભળાટ મચી જવા પામ્‍યો છે.
ભાવનગર શહેરમાં કોરોના ના ૫૨૯ કેસ નોંધાયા છે જયારે ૨૦૩ દર્દીઓ ડિસ્‍ચાર્જ થયા છે.
જયારે ભાવનગર ગ્રામ્‍યમાં કોરોના ના ૫૮ કેસ નોંધાયા છે અને ૩૫ દર્દીઓ ડિસ્‍ચાર્જ થયા છે.
હવે ભાવનગર જિલ્લામાં કોરોનાના એક્‍ટિવ દર્દીઓની સંખ્‍યા ૨૮૦૨ એ પહોંચી છે. શહેરના જુદા જુદા વિસ્‍તારમાં કોરોના ના કેસ નોંધાયા છે કોરોના ના કેટલાક દર્દીઓ સારવાર માટે હોસ્‍પિટલ ખસેડવામાં આવેલ છે જયારે અન્‍ય તમામ દર્દીઓ હાલ ઘરે સારવાર લઇ રહ્યા છે. કોરોના ના કેસો વધતા લગ્ન પ્રસંગ ઉપર પણ તેની અસર પડી છે. લગ્ન પ્રસંગમાં લોકોની પાંખી હાજરી જોવા મળી રહી છે.
કચ્‍છ
(વિનોદ ગાલા દ્વારા) ભુજઃ કચ્‍છ જિલ્લામાં કોરોના વિસ્‍ફોટ થયો છે. કુલ કેસના અડધાથી જેટલા કેસ બે દિ'માં નોંધાયા છે. બુધવારે ૧૪૬ અને ગઇકાલે ગુરુવારે ૩૯૪ કેસ સાથે જ બે દિવસના કોરોના કેસનો આંકડો ૫૪૦ થયો છે. જયારે હમણાં ત્રીજી લહેરમાં કુલ કેસ ૧૧૦૪ થયા છે. આમ, કચ્‍છમાં કોરોનાનો વ્‍યાપ વધતો જાય છે. જોકે, હોસ્‍પિટલમાં દાખલ થનાર દર્દીઓનું પ્રમાણ ઓછું છે. તો, રિકવરીનો આંકડો પણ ખૂબ જ સારો છે.
મોરબી
(પ્રવિણ વ્‍યાસ દ્વારા)મોરબી : મોરબી જીલ્લામાં કોરોનાનું સંક્રમણ સતત વધી રહ્યું છે તો ગુરુવારના રોજ ૧૭૬૦ સેમ્‍પલ લેવામાં આવ્‍યા હતા જેમાંથી ૨૦૬ કેસ પોઝીટીવ નોંધાયા છે જેમાં મોરબી તાલુકામાં કુલ ૧૫૬ કેસ જેમાં ગ્રામ્‍ય ૫૯ અને શહેરમાં ૯૭, વાંકાનેર તાલુકામાં ૧૩ જેમાં ૯ ગ્રામ્‍ય અને શહેરમાં ૪, હળવદ તાલુકાના ગ્રામ્‍ય વિસ્‍તારમાં ૧૨, ટંકારા તાલુકાના ગ્રામ્‍ય વિસ્‍તારમાં ૧૮ અને માળિયા તાલુકાના ગ્રામ્‍ય વિસ્‍તારમાં ૭ કેસ પોઝીટીવ નોંધાયા છે જેથી એક્‍ટીવ કેસનો આંક ૧૧૭૩ પર પહોચ્‍યો છે તો વધુ ૮૦ દર્દીઓ સાજા થયા છે.
સુરેન્‍દ્રનગર
(ફઝલ ચૌહાણ દ્વારા) વઢવાણ : જીલ્લામાં આજે ૧૫૬ કોરોના પોઝિટિવ કેસ નોંધાયા છે. વઢવાણ ૯૧, લીંબડી-૦૯,લખતર-૧૦,ધ્રાંગધ્રા-૨૭,પાટડી- ૦૩ ચુડા-૦૪ મૂળી-૦૨, ચોટીલા ૧૦, મળી ફૂલ કોરોના પોઝિટિવ કેસ નોંધાયા છે.
આજે જિલ્લામાં ડિસ્‍ચાર્જ થયાની સંખ્‍યા ૫૧ હાલ જિલ્લામાં એક્‍ટિવ કેસ ની સંખ્‍યા ૬૧૦ જિલ્લામાં લોકોના ટેસ્‍ટ કરવામાં આવ્‍યા ૨૪૬૬ નવા નોંધાયેલ કેસ બધા હોમઆઈસોલેશન થયા છે. તંત્ર દ્વારા વેકસીન લેવામાં બાકી રહેલા લોકોને વેકસીન લેવા તથા સરકારી ગાઈડલાઈનનું પાલન કરવા માટે અપીલ કરી છે.
ખંભાળીયા
(કૌશલ સવજાણી દ્વારા) ખંભાળીયા :  દેવભૂમિ દ્વારકા જિલ્લામાં કેટલાય દિવસથી રોજ ૪૦ ઉપર કોરોના પોઝીટીવ કેસો નોંધાવાનું અવિરત રહયું હોય તેમ ગઇકાલે પણ નવા કેસો ૪પ નોંધાયા છે તથા ર૪ એકિટવ કેસો નેગેટીવ આવ્‍યા છે.
છેલ્લા ઘણા દિવસોથી કોરોના પોઝીટીવ કેસમાં ર૪ કલાકમાં નોંધાતા કેસોમાં સૌથી મોખરે દ્વારકા તાલુકો જ રહેતો હતો ત્‍થા ત્‍યાં આરોગ્‍યની ટીમો, ધનવંતરી રથ, સંજીવની રથ ઉતારાયા હતા તથા ડોકટરો તથા આરોગ્‍યની ટીમો ઉતારી હતી તેની અસર દેખાતી હોય તેમ ગઇકાલે ૪પ માંથી ૧૭ કેસો દ્વારકામાં નોંધાયા હતા જયારે ખંભાળીયાએ દ્વારકાની સાઇડ કાપી હોય તેમ ૧૮ કેસો નોંધાયા છે. જયારે કલ્‍યાણપુરમાં ત્રણ અને ભાણવડમાં સાત નોધાયા છે.


 

(2:53 pm IST)