Gujarati News

Gujarati News

News of Friday, 21st January 2022

ધોરાજી માર્કેટિંગ યાર્ડમાં ડુંગળીની ધુમ આવક..૫૨૫ સુધી ભાવ બોલાયા

ધોરાજી,તા.૨૧:  માર્કેટિંગ યાર્ડમાં ડુંગળીની ધૂમ આવક અને પાકના ઊંચા ભાવ મળતાં ખેડૂતોમાં ખુશીની લહેર છવાઈ ગઈ છે.

ચેરમેન હરકિશનભાઇ માવાણી અને સેક્રેટરી ભુપતભાઈ કોયાણીનાં સંયુકત પ્રયાસોથી પ્રથમ વખત ધોરાજી માર્કેટિંગ યાર્ડમાં ડુંગળીની ખરીદી શરુ થઇ હતી. અને યાર્ડમાં વેપારી સિવાય બહારના વેપારીઓને ખરીદીની છૂટ આપવામાં આવતા ધોરાજી ઉપલેટા, જામકંડોરણા સહીત વિસ્તારના ખેડુતોને ગોંડલ યાર્ડ સુધી ધક્કો ખાવાનો બંધ થયો.

બીજી તરફ ડુંગળીના મોટા વેપારી દીપકભાઈ વ્યાસ અને અન્ય વેપારીઓ દ્વારા ખેડૂતોની ડુંગળીની ખરીદી થતા દેનિક ૬ હજાર થી ૮ હજાર કટ્ટા એટલે ૩૪૦૦ થી ૩૫૦૦ કિવન્ટલ માલની ખરીદી રેહવા લાગી અને એક મહિનામાં એક લાખ કિવન્ટલ જેટલી ડુંગળીની આવક થવા પામી. દૈનિક ૭૦થી ૮૦ લાખનું ખેડૂતોને તેમનાં માલનું વળતર રેહવા પામ્યું છે. ગતરોજ ડુંગળીના ભાવ ૫૨૫ સુધીના બોલાતા ખેડૂતોમાં ખુશીની લહેર જોવા મળી હતી. યાર્ડમાં હોદેદારો, વેપારીઓના યોગ્ય સંકલન ને કારણે ખેડૂતોને ડુંગળીનાં પોષણક્ષમ ભાવો સાથે સ્થળ પર પેમેન્ટ મળી જાય તે વ્યવસ્થા કરવામાં આવી હતી.

ધોરાજી માર્કેટિંગ યાર્ડમાં હાલ ડુંગળીની આવક પુષ્કળ પ્રમાણમાં થઈ રહીં છે.

(10:44 am IST)