Gujarati News

Gujarati News

News of Friday, 21st January 2022

બ્રાહ્મણી નદીમાં મોરબી ખાણ ખનીજના દરોડાઃ હિટાચી અને હોડકુ ઝડપાયું

(દીપક જાની દ્વારા) હળવદ,તા. ૨૧: રેતી માફિયાઓ માટે સ્વર્ગ સમી હળવદની બ્રાહ્મણી નદીમાં ગઈકાલેના ટીકર નજીક રેતી ચોરી કરતા હિટાચી મશીન અને એક હુડકાને મોરબી ખાણ ખનીજની ટીમે ઝડપી લીધા હતા. ખાણ ખનીજ વિભાગની ટીમ દ્વારા રૂપિયા ૩૪ લાખનો મુદ્દામાલ સીઝ કરી હળવદ પોલીસ મથકે સોંપી આપી અજાણ્યા વાહન ચાલક વિરુદ્ઘ કાર્યવાહી હાથ ધરી છે.

ટીકર રણ નજીકથી પસાર થતી બ્રાહ્મણી નદીમાં રેતી ચોરી કરતા શખ્સો ઉપર મોરબી ખાણ ખનીજ વિભાગ ત્રાટકયું હતું.જેથી રેત માફિયાઓ વાહનોને રેઢા મૂકી મુઠીયુ વાળી ભીગી છુટ્યા હતા. આ કાર્યવાહીમાં જિલ્લા ખાણ ખનીજની ટીમ દ્વારા એક હિટાચી મશીન અને એક હુડકા મશીનને ઝડપી લેવાયું હતું. જેની અંદાજે કિંમત રૂપિયા ૩૪ લાખ અંકાઈ છે.

વધુમાં ઝડપાયેલ હિટાચી અને હોડકા મશીનને હળવદ પોલીસ મથકે લઇ આવી સીઝ કરી દેવાયા છે સાથે જ આ હિટાચી અને હુડકા મશીનના માલિક વિરુદ્ઘ કાર્યવાહી કરવાની તજવીજ હાથ ધરવામાં આવી હતી. આ કાર્યવાહીમાં મોરબી ખાણ ખનીજના અધિકારી સી.એમ પરમારના માર્ગદર્શન હેઠળ ગોપાલભાઈ ચંદારાણા સહિતનાઓએ કરી હતી.

(10:44 am IST)