Gujarati News

Gujarati News

News of Friday, 21st January 2022

મીઠાપુર ગાયત્રીનગરમાં ખૂલ્લા કુવામાં લાશ

મીઠાપુર : નજીક આવેલા ગાયત્રીનગરમાં આવેલા એક ખુલ્લા કુવામાં એક લાશ હોવાના સમાચાર મીઠાપુર પી.આઇ. જી. આર. ગઢવીને મળતા તુરંત જ તેઓ પોતાના કાફલા સાથે ઘટના સ્થળે દોડી ગયા હતા. ત્યાં પહોંચતા જ તાત્કાલીક રેસ્કયુ કરી લાશ ને કુવામાંથી બહાર કાઢી પી. એમ. માટે મોકલી દેવામાં આવી હતી. પ્રાથમિક તપાસમાં મૃત્યુ પામેલ વ્યકિત આશરે ૬૦ વર્ષની હોવાનું અનુમાન છે. (તસ્વીર : દિવ્યેશ જટણીયા, મીઠાપુર)

(10:43 am IST)