Gujarati News

Gujarati News

News of Friday, 21st January 2022

પોરબંદરઃ ખેડૂત સાથે ૪.૧પ લાખની છેતરપીંડી કરીને નાસી ગયેલ ર શખ્‍સો મધ્‍ય પ્રદેશમાંથી ઝડપાયા

પોરબંદર તા. ર૧ :.. ભોમીયાવદર ગામના ખેડૂતના ટ્રેકટર, ટ્રોલી, ખેતીના ઓજારો તથા મોટર સાયકલ મળી કુલ રૂા. ૪,૧પ,૦૦૦ ના મુદામાલ લઇને નાસી જનાર બે આરોપીઓને બગવદર પોલીસે મધ્‍ય પ્રદેશના ધાર જિલ્લા ખાતેથી મુદામાલ સાથે પકડી પાડયા છે.
ફરીયાદી લખમણભાઇ દુલાભાઇ ઓડેદરાએ બગવદર પોલીસ સ્‍ટેશનમાં જાહેર કરેલ કે ૧ર દિવસ પહેલા પોતાની વાડીમાં કામ કરતા મજૂર ગોપાલ દશરીયા કાયરીયા રહે. મોગરબાવ તા. જી. ધાર (મધ્‍યપ્રદેશ) તથા ગોપાલનો સાઢુભાઇ ગોવિંદ રહે. ભીલખેડી ગામ તા. નાલસા જી. ધાર વાળા ફરીયાદીની ખેતી ભાગમાં મજૂરી કામ કરીને સંભાળતા હોય અને ફરીયાદીએ તેઓને ખેતી કામ માટે સોંપેલ (૧) મહિન્‍દ્ર કંપનીનું ટ્રેકટર ૪૪૦ર કિં. રૂા. ૧,૭પ૦૦૦ (ર) ટ્રોલી નંબર વગરની કિ. રૂા. ૧,૩૦,૦૦૦ (૩) ઓજારો રાપ, પાંચીયુ, દાંતી, ખાપા કિં. રૂા. ૧૦૦૦૦૦ (૪) હિરો હોન્‍ડા કંપનીનું મોટર સાયકલ કિ. રૂા. ૧૦,૦૦૦ મળી કુલ રૂા. ૪,૧પ,૦૦૦ ની મિલ્‍કત ભોમીયાવદર થી જામજોધપુર તાલુકાના ખડબા હોથીજી ગામે ફરીયાદીની વાડીએ ખેતીકામ કરવા જવાનું કહીને લઇ જઇ કોઇને વેંચી નાખીને તેના વતન મધ્‍ય પ્રદેશમાં જતા રહી ફરીયાદી સાથે ગુન્‍હાહીત વિશ્વાસઘાત કરી ગુન્‍હો કર્યા અંગેની ફરીયાદ આપતા બગવદર પોલીસ સ્‍ટેશનમાં ગુનો દાખલ કરવામાં આવેલ હતો.
આ ગુનાના કામેના મુદામાલ તાત્‍કાલીક કબ્‍જે કરી આરોપીઓને સત્‍વરે અટક કરવા જુનાગઢ રેન્‍જના નાયબ પોલીસ મહાનિરીક્ષક મનીન્‍દર પ્રતાપસિંગ પવાર તથા પોરબંદર  પોલીસ અધિક્ષક શ્રી ડો.રવિ મોહન સૈની નાઓની સુચના અન્‍વયે નાયબ પોલીસ અધિક્ષકશ્રી સ્‍મિત ગોહિલ પોરબંદર ગ્રામ્‍ય નાઓના માર્ગદર્શન અન્‍વયે આ કામેની તપાસ કરનાર એચ.સી.ગોહિલ પોલીસ સબ ઇન્‍સ્‍પેકટર બગવદર નાઓએ ગુન્‍હાની ગંભીરતા સમજી તાત્‍કાલીક (૧) પોલીસ હેડ કોન્‍સ્‍ટેબલ બી.ડી.ગરચર (૨) લોકરક્ષક સતીષભાઇ જોધાભાઇ સોલંકી, (૩) લોકરક્ષક કાનાભાઇ રામભાઇ કરંગીયા વિગેરે એક ટીમને મધ્‍યપ્રદેશ રાજ્‍યના ધાર જિલ્લા ખાતે ઇ/ચા પોલીસ અધિક્ષક જે.સી.કોઠીયા સાહેબ પાસેથી મંજુરી મેળવી આરોપીઓની તપાસમાં રવાના કરેલ અને બગવદર પોલીસ સ્‍ટેશનના પોલીસ જવાનોએ મધ્‍યપ્રદેશના ધાર જિલ્લાની હદમાંથી ટેકનીકલ સર્વેલન્‍સ તથા પોકેટકોપ તથા હ્યુમન સોસીંચની મદદથી આ કામેના આરોપી ગોપાલ દશરીયા કાયરીયા (ઉવ.૨૪) રહે. મોગરબાવ તા.જી. ધાર (મધ્‍યપ્રદેશ) તથા  ગોવિંદ સુખરામ સોલંકી (ઉવ.૨૫) રહે.ભીલખેડી ગામ તા. નાલસા જી. ધાર મધ્‍યપ્રદેશ વાળાને પકડી આરોપીના કબ્‍જામાંથી ફરીયાદીએ ફરીયાદમાં જણાવ્‍યા મુજબનો મુદ્દામાલ (૧) ટ્રેકટર -૨, (૨) ટ્રોલી-૧ (૩) ખેતીના ઓજારો, (૪) મોટર સાયકલ મળી કુલ રૂા. ૪,૧૫,૦૦૦નો મુદ્દામાલ કબ્‍જે કરી આરોપીઓને બગવદર પોલીસ સ્‍ટેશન ખાતે લાવતા આરોપીઓના કોવિડ-૧૯ રિપોર્ટ કરાવી ધોરણસર અટક કરવામાં આવેલ છે. બગવદર પોલીસ સ્‍ટેશન દ્વારા મધ્‍યપ્રદેશ ખાતેથી આરોપીઓને પકડી મુદ્દામાલ કબ્‍જે કરી પ્રસશંનીય કામગીરી કરેલ છે.
 આ કામગીરી બગવદર પોલીસ સ્‍ટેશનના પોલીસ સબ ઇન્‍સ્‍પેકટર એચ.સી.ગોહીલ તથા પોલીસ હેડ કોન્‍સ. બી.ડી.ગરચર તથા લોકરક્ષક સતીષભાઇ જોધાભાઇ સોલંકી, કાનાભાઇ રામભાઇ કરંગીયા, તથા ચંદ્રેશભાઇ હાજાભાઇ સોલંકીનાઓ દ્વારા કરવામાં આવેલ છે.

 

(10:13 am IST)