Gujarati News

Gujarati News

News of Friday, 21st January 2022

ધ્રોલથી જામનગર જતી બસમાં મુસાફરી કરતા મુસાફર ફલા ગામે ઉતરી ગયા અને બે લાખ રૂપિયાના દાગીના ભરેલ બેગ બસમાં ભુલી ગયા

એસટી બસના ડ્રાઇવર-કંડકટરે પ્રમાણિકતા દાખવીને મૂળ માલિકને પરત કરી

ધ્રોલ તા.૨૧ :   જામનગર જિલ્લાનાધ્રોલ એસ.ટી.ડેપો માંથી બપોરના ૨ વાગ્યાના સમયે ધ્રોલથી જામનગર જતી બસમાં મુસાફરી કરતા મુસાફર ફલા ગામે ઉતરી ગયા હતા. અને તેઓની પાસે એક બેગ હતી. તે બેગ બસમાં ભૂલી ગયા હતા. અને ત્યારબાદ મુસાફરે ધ્રોલ એસ.ટી.ડેપોમાં ફોન કરીને બસની માહિતી મેળવવામાં આવી હતી.

ત્યારે ધ્રોલ એસ.ટી.ડેપો ખાતે ટી.સી.ની ફરજ બજાવતા કર્મચારીએ વિગતવાર માહિતી મુસાફરને આપી હતી. કે હાલમાં આ બસ જામનગર એસ.ટી.ડેપોમાં હશે. તમે ત્યાં જતા રહો.મુસાફર બસની પાછળ જામનગર જતા રહ્યા હતા. અને જામનગરમાં બસ સાવ ખાલી થઈ ગઈ ત્યારબાદ બસ ના કન્ડકટર મકબુલ એમ.સંઘાર દ્વારા બસમાં જોયું તો એક બેગ પડી હતી. તો ડ્રાઇવર ડી.એલ.બાબરીયા અને કન્ડકટર બને એ બેગમાં શુ છે. તેની જાણકારી મેળવીને તરત જ જામનગર એસ.ટી.ડેપોમાં ટ્રાફિક અધિકારીઅશોકસિંહનો સંપર્ક કરીને તેમને આખી હકીકત જણાવીને કહ્યું કે આ બેગ કોઇ મુસાફર ભૂલી ગયું છે.

હજુ વાતચિત ચાલુ હતી ત્યાજ જે મુસાફરનું હતા તે લોકો ત્યાં સ્થળ ઉપર પહોંચી ગયા હતા. અને તે બેગમાં શુ હતું.તેની અશોકસિંહ દ્વારા પૂછપરછ કરી હતી. તો મુસાફર દ્વારા જણાવ્યું હતુ કે. તેમાં સોનાના બે લાખ રૂપિયાના દાગીના છે. જે હકીકતમાં સાચું હતું. એટલે અશોકસિંહ અને ડ્રાઇવર..કન્ડકટરની હાજરીમાં મૂળ માલિકને પરત બેગ આપવામાં આવી હતી. ત્યારે એસ.ટી.ના આવા કર્મચારીઓની પ્રામાણિકતાનું ઉમદા ઉદાહરણ પુરૂ પાડવામાં આવ્યું હતું.. મુસાફર દ્વારા બંનેનો ખૂબ ખૂબ આભાર માન્યો હતો. (સંજય ડાંગર - ધ્રોલ)

(1:21 pm IST)