Gujarati News

Gujarati News

News of Friday, 21st January 2022

કાગવડ શ્રી ખોડલધામ મંદિરે પંચવર્ષીય પાટોત્સવ યોજાયો : નરેશભાઈ પટેલે ટ્રસ્ટીઓ સાથે વહેલી સવારની મંગળા આરતીનો લાભ લીધો : મંદિરના પટાંગણમાં રંગોળી અને મંદિરને ફૂલહાર થી શણગાર

વિરપુર(જલારામ)::: રાજકોટ જૂનાગઢ હાઈવે ઉપર આવેલ કાગવડ શ્રી ખોડલધામ મંદિરે આજે પંચવર્ષીય પાટોત્સવ યોજાયો છે નરેશભાઈ પટેલે ટ્રસ્ટીઓ સાથે વહેલી સવારની મંગળા આરતીનો લાભ લીધો હતો.જેમાં સવારે યજ્ઞ શાળામાં મહાયજ્ઞ શરૂ થયો હતો. શ્રી ખોડલધામ ના પ્રણેતા નરેશભાઈ પટેલની આગેવાનીમાં વિવિધ કાર્યક્રમો કોરોના ના કારણે વર્ચ્યુઅલ યોજાયા છે.રાજકોટ જિલ્લાના પડધરીના તાલુકાના ગઢડા ગામના રહેવાસી હરજીભાઈ ટિબડીયા તથા તેમના પત્ની સહિત પરિવાર યજ્ઞમાં બેઠાછે.તેઓખોડલધામ મંદિરના શિલાયન્સ વખતે પણ યજ્ઞમાં બેઠા હતા. પાટોત્સવમાં દેશ - વિદેશના પાટીદાર સમાજના લોકો જોડાશે.રાજ્યભરના ગામડાંઓમાં અને શહેરની સોસાયટીઓમાં દસ હજાર જેટલી એલઇડી સ્ક્રિન,પ્રોજેકટર મુકવામાં આવ્યા છે.મહાયજ્ઞ,મંદિરમાં ધ્વજારોહણ,અને વિશેષ પૂજા થઈ હતી.ખોડલધામના ચેરમેન નરેશભાઈ પટેલ સમાજને સંબોધન કરશે.મંદિરના પટાંગણમાં રંગોળી અને મંદિરને ફૂલહાર થી શણગારવામાં આવ્યું છે. તસવીર અહેવાલ કિશન મોરબીયા -વિરપુર(જલારામ)

(10:14 am IST)