Gujarati News

Gujarati News

News of Friday, 21st January 2022

ગોંડલના ભરૂડી પાસે ૫ લાખના દારૂ ભરેલા ટ્રક સાથે લાલુખાન મીરાસીને ઝડપી લેતી એલસીબી

એલસીબીના હેડ કોન્સ. નિલેશભાઈ ડાંગર અને કોન્સ. દિવ્યેશભાઈ સુવાની બાતમીઃ દારૂનો જથ્થો અને ટ્રક મળી રૂ. ૧૫.૧૨ લાખની મત્તા કબ્જે

રાજકોટ, તા. ૨૦ :. ગોંડલના ભરૂડી ગામના બસ સ્ટોપ પાસેથી રૂરલ એલસીબીની ટીમે બાતમીના આધારે ૫ લાખના દારૂના જથ્થા સાથે રાજસ્થાનના શખ્સને પકડી લીધો હતો.

મળતી વિગત મુજબ ગોંડલના ભરૂડી ગામ પાસેથી દારૂ ભરેલો ટ્રક નીકળવાનો હોવાની રૂરલ એલસીબીના હેડ કોન્સ. નિલેશભાઈ ડાંગર અને કોન્સ. દિવ્યેશભાઈ સુવાને બાતમી મળતા સ્ટાફ સાથે વોચમાં હતા ત્યારે ભરૂડી ગામ પાસેથી જૂનાગઢ તરફ જતા આર.જે. ૧૯ જીએ ૪૦૩૯ નંબરના ટ્રકને બસ સ્ટોપ સામે એલસીબી ફિલ્ડ યુનિટ કચેરી પાસે રોકી તલાસી લેતા ટ્રકમાં ચોરખાનુ બનાવી તેમા છૂપાવેલી રૂ. ૫,૦૭,૩૦૦ની કિંમતની દારૂની ૯૭૨ બોટલ મળી આવતા પોલીસે ટ્રક ચાલક લાલુખાન અકબરખાન મીરાસી (ઉ.વ. ૩૦) (રહે. ખોરૂદા રોડ, ભાવી ગામ તા. બીલાડા-રાજસ્થાન)ને પકડી લીધો હતો. પોલીસે દારૂનોે જથ્થો અને ટ્રક મળી રૂ. ૧૫,૧૨,૬૪૦નો મુદ્દામાલ કબ્જે કર્યો હતો. આ કામગીરી રેન્જ આઈજી શ્રી સંદીપસિંહ તથા રૂરલ એસ.પી. બલરામ મીણાની સૂચનાથી એલ.સી.બી.ના પીઆઈ એ.આર. ગોહિલ, પીએસઆઈ એસ.જે. રાણા, એએસઆઈ મહેશભાઈ જાની, હેડ કોન્સ. મહિપાલસિંહ જાડેજા, અનિલભાઈ, નીલેશભાઈ, શકિતસિંહ, બાલકૃષ્ણભાઈ, કોન્સ. દિવ્યેશભાઈ, પ્રહલાદસિંહ, કૌશીકભાઈ, રૂપકભાઈ, ભાવેશભાઈ, નરેન્દ્રભાઈ, અમુભાઈ, અનિરૂદ્ધસિંહ અને સાહિલભાઈ ખોખર દ્વારા કરવામાં આવી હતી.

(3:32 pm IST)