Gujarati News

Gujarati News

News of Friday, 21st January 2022

ધોરાજીના વિકસિત વિસ્તાર હીરપરા વાડીમાં બે માસથી પાલિકા દ્વારા ખોદાયેલ ખાડો બુરવામાં નહીં આવતા લોકોને હાલાકી

(કિશોરભાઈ રાઠોડ દ્વારા)ધોરાજી: ધોરાજી શહેરના પોશ અને વિકસિત ગણાતા વોર્ડ નંબર નવના હીરપરા વાડી સેન વાડી શંકર ભગવાનના મંદિર પાસે વિસ્તારમાં છેલ્લા બે માસથી નગરપાલિકા દ્વારા 80 ફૂટના મુખ્ય માર્ગ પાસે ખાડો ખોદવામાં આવ્યો છે જે ખાડો બે માસ બાદ પણ બૂરવામાં નહીં આવતાં ખાડામાં વાહનચાલકો નાના-મોટા અકસ્માતો થઈ રહ્યા છે.
ધોરાજીના કૈલાશ નગર અને હીરપરા વાડી વિસ્તારની જોડતા મુખ્ય માર્ગ પર પાલિકા દ્વારા જે ખાડો ખોદવામાં આવ્યો છે તે પાણીની લાઇન લીકેજ હોવાથી બે મહિના પૂર્વે રીપેરીંગ માટે ખોદવામાં આવ્યો હતો પાણીની લાઇન લીકેજ રીપેર થયાના બે મહિના બાદ પણ મસમોટો ખાડો નહિ પુરાતા અહીંથી પસાર થતા આ વાહનચાલકોની નાના-મોટા અકસ્માતો પણ નડયા છે અને આ વિસ્તારમાં રાત્રે અંધારપટ રહેતો હોવાથી ખાડામાં પડી જવાના નાના મોટા બનાવો પણ બનતા રહ્યા છે પાલિકા દ્વારા તાત્કાલીક અસરથી પાણીની લાઇન લીકેજ રીપેરીંગ પૂર્ણ થાય અને ખાડો તાત્કાલિક અસરથી ભરવામાં આવે તેવી લોક માગણી પ્રવર્તી રહી છે.

(6:12 pm IST)