Gujarati News

Gujarati News

News of Friday, 21st January 2022

ધ્રોલ થી જામનગર જતી બસમાં મુસાફરી કરતા મુસાફર ફ્લા ગામે ઉતરી ગયા અને બે લાખ રૂપિયાના દાગીના ભરેલ બેગ બસમાં ભુલી ગયા

એસટી બસના ડ્રાઇવર-કંડકટરે પ્રમાણિકતા દાખવીને મૂળ માલિકને પરત કરી

ધ્રોલતા.૨૦ : જામનગર જિલ્લાનાધ્રોલ એસ.ટી.ડેપો માંથી બપોર ના 2વાગ્યા ના સમયે ધ્રોલ થી જામનગર જતી બસમાં મુસાફરી કરતા મુસાફર ફ્લા ગામે ઉતરી ગયા હતા. અને તેઓની પાસે એક બેગ હતી. તે બેગ બસ માં ભૂલી ગયા હતા. અને ત્યારબાદ મુસાફરે ધ્રોલ એસ.ટી.ડેપોમાં ફોન કરી ને બસ ની માહિતી મેળવવા માં આવી હતી. 

ત્યારે ધ્રોલ એસ.ટી.ડેપો ખાતે ટી.સી. ની ફરજ બજાવતા કર્મચારીએ વિગતવાર માહિતી મુસાફર ને આપી હતી. કે હાલમાં આ બસ જામનગર  એસ.ટી.ડેપોમાં હશે. તમે ત્યાં જતા રહો.મુસાફર બસની પાછળ જામનગર જતા રહ્યા હતા. અને જામનગર માં બસ સાવ ખાલી થઈ ગઈ ત્યારબાદ બસ ના કન્ડક્ટર મકબુલ એમ.સંઘાર દ્વારા બસ માં જોયું તો એક બેગ પડી હતી. તો ડ્રાઇવર ડી.એલ.બાબરીયા અને કન્ડક્ટર બને એ બેગમાં શુ છે. તેની જાણકારી મેળવી ને તરતજ જામનગર એસ.ટી.ડેપોમાં ટ્રાફિક અધિકારીઅશોકસિંહ નો સંપર્ક કરી ને તેમને આખી હકીકત જણાવી ને કહ્યું કે આ બેગ કોઇ મુસાફર ભૂલી ગયું છે. 

હજુ વાત ચિત ચાલુ હતી ત્યાજ જે મુસાફર નું હતું તે લોકો ત્યાં સ્થળ ઉપર પહોંચી ગયા હતા. અને તે બેગમાં શુ હતું.તેની અશોકસિંહ દ્વારા પૂછપરછ કરી હતી. તો મુસાફર દ્વારા જણાવ્યું હતુ કે. તેમાં સોના ના  બે લાખ રૂપિયા ના દાગીના છે. જે હકીકતમાં સાચું હતું. એટલે અશોકસિંહ અને ડ્રાઇવર..કન્ડક્ટર ની હાજરીમાં મૂળ માલિક ને પરત બેગ આપવામાં આવી હતી. ત્યારે એસ.ટી.ના આવા કર્મચારીઓ ની પ્રામાણિકતા નું ઉમદા ઉદાહરણ પુરૂ પાડવામાં આવ્યું હતું.. મુસાફર  દ્વારા બને નો ખૂબ ખૂબ આભાર માન્યો હતો. (સંજય ડાંગર - ધ્રોલ)

(7:44 pm IST)