Gujarati News

Gujarati News

News of Friday, 21st January 2022

ભાણવડ-ખંભાળીયામાં ભેદી ધડાકા

મકાનો ધ્રુજી ઉઠતા લોકો ઘર બહાર નીકળી ગયાઙ્ખ

(કૌશલ સવજાણી દ્વારા) ખંભાળીયા તા. ર૧: દેવભૂમિ દ્વારકા જિલ્લાના ભાણવડ તથા ખંભાળિયામાં ભેદી ધડાકા સાથે મકાનો ધ્રુજતા લોકોમાં ગભરાટ ફેલાયો હતો તથા આગેવાનોએ તંત્રને જાણ કરી હતી.
સાંજે ૪ાા આસપાસ તથા રાત્રે આઠેક વાગ્‍યે એમ બે વખત ભાણવડ શહેર તથા ગ્રામ્‍ય પંથકમાં ધડાકાના અવાજ સાથે મકાનો ધ્રુજયા હતા તથા ખંભાળિયામાં પણ ટીમે આ અવાજનો અનુભવ કેટલાક વિસ્‍તારોમાં થયો હતો.
આ અંગે જિલ્લા ડીઝાસ્‍ટર મેનેજમેંટના મોહન સિસોદીયાને જાણ થતાં તેમણે તપાસ કરતા ભૂકંપના આ આંચકાના હોય સ્‍થાનિક કોઇ કારણોસર આ આંચકા ધ્રુજારી આવી હોવાનું તપાસમાં જણાતા તેમણે આ અંગે તપાસ હાથ ધરી છે.
જોકે આ અગાઉ પણ ભાણવડ તથા ખંભાળિયામાં ભેદી ધડાકા સાથે મકાનો ધ્રુજવાના બનાવો બન્‍યા હતા પણ તેમાં પણ કઇ રીતે આ બનાવ બન્‍યો તે જાણી શકાયું નહતું!!
 

(11:01 am IST)