Gujarati News

Gujarati News

News of Thursday, 21st January 2021

નાનકડી અનેરીની રામમંદિર નિર્માણ માટે મોરબીમાં ૧૧૦૦૦ રૂપિયા આપી પ્રેરણાદાયી પહેલ કરી

(પ્રવિણ વ્યાસ દ્વારા) મોરબી તા. ૨૧ : રામજન્મભૂમિ તીર્થ ક્ષેત્ર દ્વારા રામજન્મભૂમિ અયોધ્યા પર ભવ્ય રામમંદિર નિર્માણ માટે નિધી એકત્રીકરણ મહા અભિયાન હાલ ચાલી રહ્યું છે ત્યારે મોરબીની ૯ વર્ષની દિકરી અનેરી આશિષભાઈ ત્રિવેદીએ એક પ્રેરણાદાયી પહેલ કરી છે. હાલ રાજયકક્ષાની સુગમ સંગીત સ્પર્ધામાં મોરબી જીલ્લામાં અંડર ૧૫માં પ્રથમ સ્થાન પ્રાપ્ત કરી રાજયકક્ષાએ ટોપટેનમાં સ્થાન પ્રાપ્ત કર્યું હતું અને પુરસ્કાર સ્વરુપે રૂપિયા ૫૦૦૦ મેળવેલ હતા.

આ ઉપરાંત અગાઉ જીતેલી ઈનામી રાશી મળી ૧૧૦૦૦ રૂપિયા રામમંદિર નિર્માણના નિધી સમર્પણ અભિયાનમાં આપવાની ઈચ્છા વ્યકત કરી હતી અને પરિવારના તમામ સભ્યોએ આ નિર્ણયને સહર્ષ વધાવ્યો હતો.

(11:40 am IST)
  • ઇરાકના પાટનગર બગદાદ સુસાઈડ બોમ્બીંગમાં ૨૮ના મોત થયા છે access_time 4:14 pm IST

  • રાજકોટ-68નાં કોંગ્રેસનાં પુર્વ ધારાસભ્ય ઈન્દ્રનીલ રાજ્યગુરુ, રાજકોટ મહાનગરપાલિકાનાં પુર્વ વિપક્ષી નેતા વશરામ સાગઠીયા સહિતનાં આગેવાનોની આજે મોડી રાત્રે અકિલા ચોકમાં અનશન ઉપર બેસતા ત્રીજી વખત અટકાયત કરતી રાજકોટ પોલીસ... access_time 11:10 pm IST

  • અર્નવ ગોસ્વામીએ રાહુલ ગાંધીને ટેલીવીઝન ઉપર ૧૨૧ લાઈવ ડીબેટ માટે ચેલેન્જ કરી રાહુલ ગાંધીએ તેના ઉપર કરેલા આક્ષેપો સાબિત કરી આપે નહિં તો અદાલતમાં તેના અને કોગ્રેસ પક્ષ વિરૂદ્ધ ફરીયાદ દાખલ કરશે access_time 5:35 pm IST