Gujarati News

Gujarati News

News of Saturday, 20th January 2018

ફિલ્મ પદ્માવત સામે કચ્છમાં વિરોધ : ચક્કાજામ, થિયેટરો ફિલ્મ નહિં દર્શાવે : કરણી સેના આકરા પાણીએ

ભુજ, તા. ર૦ સુપ્રિમ કોર્ટના નિર્ણય બાદ પણ પદ્માવત ફિલ્મ વિરૂદ્ધ લોકોનો આક્રોશ બહાર આવી રહ્યો છે.

કરણી સેના દ્વારા કચ્છમાં સામત્રા (ભુજ) અને ભચાઉ પાસે હાઇવે ઉપર ચક્કાજામ કરી ટાયરો સળગાવી ઉગ્ર વિરોધ પ્રદર્શિત કરાયો હતો.  જાહેર માર્ગો ઉપર વાહનોના થપ્પા લાગી જતા પોલીસ દોડતી થઇ હતી.

કચ્છના સિનેમા માલિકોએ પદ્માવત ફિલ્મને રિલીઝ નહીં કરવાનો નિર્ણય કર્યો છે. કચ્છમાં કરણી સેના આકરા પાણીએ છે.

(11:18 am IST)