Gujarati News

Gujarati News

News of Saturday, 17th October 2020

નવલા નોરતામાં ગોંડલમાં માતાજીને શ્રૃંગાર

ગોંડલઃ સૌરાષ્ટ્ર-કચ્છ સહિત ગુજરાતમાં આસો સુદ એકમ એ માતાજીના નવલા નોરતા અને આદ્યશકિતની પુજા અર્ચનાનું પર્વ એટલે નવરાત્રી આવી નોરતાની વાત કરીએ તો ગોંડલના ઐતિહાસિક ગામ અહીં ગોંડલની રક્ષા માટે ગોંડલ ફરતે નવનાથ મહાદેવની સ્થાપનાઓ થઇ છે તો તેમ જ નવ માતાજી પણ બિરાજમાન છે નવ માતાજીના ઐતિહાસિક અને પ્રાચીન મંદિરોમાં (૧) શ્રી આશાપુરા માતાજી (ર) શ્રી શિતળા માતાજી( ૩) શ્રી અંબા માતાજી (૪) શ્રી વાઘેશ્વરી માતાજી (પ) શ્રી મહાલક્ષ્મી માતાજી( ૬) શ્રી ગાયત્રી માતાજી (૭) શ્રી ખોડીયાર માતાજી( ૮) શ્રી બહુચરાજી માતાજી (૯) શ્રી ભુવનેશ્વરી માતાજી આ નવ માતાજીના મંદિર પ્રાચીન અને ઐતિહાસિક છે જેમાં શ્રી ભુવનેશ્વરી માતાજી એ મંગળ ગ્રહ અને પૃથ્વી લોકના માતા કહેવાય છે આ શ્રી ભુવનેશ્વરી માતાજીના મંદિરો વિશ્વભરમાં બે સ્થળો પર છે જેમાં એક ઓરિસ્સા પાસેનું ભુવનેશ્વર અને બીજું સૌરાષ્ટ્રમાં આવેલ રાજકોટ પાસેનું ગોંડલ છે. અહીં નવલા નોરતાની ભાવ ને ભકિત પૂર્વક ઉજવણી કરવામાં આવે છે. (તસ્વીર-ભાવેશ ભોજાણી-ગોંડલ)

(11:39 am IST)