Gujarati News

Gujarati News

News of Saturday, 17th October 2020

કચ્છના અબડાસામાં કુલ ૩૨ ફોર્મ ભરાયા

 (ભુજ) અબડાસા વિધાનસભા પેટા ચુંટણીમાં ગઈકાલે છેલ્લા દિવસે ૧૪ ફોર્મ ભરાયા હતા. ઉમેદવારી પત્રો ભરવાના અંતિમ દિવસે ૧-અબડાસા વિધાનસભા મતવિસ્તાર પેટા ચૂંટણી માટે ૧૪ ઉમેદવારી પત્રો સાથે અત્યાર સુધીમાં કુલ ૩૨ ઉમેદવારી પત્રો ભરાયા છે.

 

૧-અબડાસા વિધાનસભા મત વિભાગ ચુંટણી માટે  ઉમેદવારી પત્રો ભરવાના અંતિમ દિવસે ૧૪ ઉમેદવારી પત્રો ભરાયાં હતા. આ અગાઉ ૧૮ ઉમેદવારી ફોર્મ ભરાયા હોઈ બધા સહિત અત્યાર સુધીમાં કુલ ૨૬ ઉમેદવારો દ્વારા ૩૨ ઉમેદવારી પત્રો ભરાયા છે તેવું ચુંટણી શાખા, ભુજ દ્વારા જણાવાયું છે.

(9:54 am IST)