Gujarati News

Gujarati News

News of Sunday, 20th November 2022

ભાવનગર પશ્ચિમ બેઠકની સીટ પર ત્રિપાંખિયો જંગ હોવાથી રસાકસી

રાજ્યના શિક્ષણપ્રધાન જીતુભાઈ વાઘાણીએ લોક સંપર્ક કરી મતદારોને રીઝવવા પ્રયત્ન શરૂ કર્યા

ભાવનગરની પશ્ચિમ વિધાનસભા સીટ પર ભાજપના ઉમેદવાર જીતુભાઈ વાઘાણીએ લોક સંપર્ક કરી રહ્યા છે. છેલ્લી બે ટર્મથી જીતુ વાઘાણી આ બેઠક પર ચૂંટાતા આવ્યા છે. ત્યારે વધુ એકવાર જનતાનો મત જીતવા માટે રેલી યોજી જનસંપર્ક કરી રહ્યા છે. આ વખતે ભાવનગર પશ્ચિમ બેઠકની સીટ પર ત્રિપાંખિયો જંગ હોવાથી રસાકસી જરૂર સર્જાશે. એવામાં રાજ્યના શિક્ષણપ્રધાન એવા જીતુભાઈ  વાઘાણીએ લોક સંપર્ક કરી મતદારોને રીઝવવા પ્રયત્ન શરૂ કર્યા છે. અને કોંગ્રેસ તેમજ આમ આદમી પાર્ટી પર પ્રહારો કરી રહ્યા છે.

(6:55 pm IST)