Gujarati News

Gujarati News

News of Sunday, 20th November 2022

ગયા વખતે ધોરાજીમાં ચૂકી ગયા હતા , શું ફાયદો થયો ? આ વખતે આવી ભૂલ ન કરતા : ધોરાજીમાં નરેન્દ્રભાઈ મોદી એ જાહેર સભા સંબોધી

Alternative text - include a link to the PDF!

રાજકોટ તા.૨૦ :વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીએ આજે ધોરાજી ખાતે જાહેર સભા સંબોધી હતી મોટી સંખ્યામાં લોકો ઉપસ્થિત રહ્યા હતા અને સંબોધન કર્યું હતું.

      આ તકે વડાપ્રધાન શ્રી નરેન્દ્ર ભાઈ મોદીએ જણાવ્યું હતું કે , ગયા વખતે ધોરાજીમાં ચૂકી ગયા હતા ,  શું ફાયદો થયો ?  આ વખતે આવી ભૂલ ન કરતા  તેમ કહીને કોંગ્રેસ તરફ આડકતરો ઇશારો કર્યો હતો.

        વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીએ ચઢાવ્યું હતું કે સરકાર અને પ્રજા જો સાથે મળીને કામ કરે તો કેટલા બધા વિકાસ કાર્યો થઈ શકે છે અને ગુજરાતને તથા દેશને નવી દિશા મળે છે સૌનો સાથ સૌનો વિકાસ એ સૂત્રને આધારે કેન્દ્ર અને રાજ્યની સરકાર કામ કરી રહી છે જેના કારણે લોકોને અનેક વિકાસ કાર્યોની ભેટ મળી છે.

        વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીએ વધુમાં જણાવ્યું કે કોમી દાવાનળને વિદાય કરીને ગુજરાતમાં સુખ શાંતિનો અનુભવ થઈ રહ્યો છે ગુજરાત મૂડીરોકાણ નવનિર્માણ સહિતના કાર્યોમાં સતત આગળ વધી રહયા છે.

(2:16 pm IST)