Gujarati News

Gujarati News

News of Tuesday, 20th October 2020

જૂનાગઢમાં વેપારની આડમાં તથા ઘરમાં જુગાર તેમજ ક્રિકેટ સટ્ટો રમાડતા દરોડા

રહેણાંક મકાનમાં ક્રિકેટ મેચ પર સટ્ટો રમાડતા ઝડપાયા

(વિનુ જોષી) જૂનાગઢ,તા. ૨૦: જુનાગઢ રેન્જના નાયબ પોલીસ મહાનીરીક્ષક મનિન્દર પ્રતાપસિંહ પવાર તથા પોલીસ અધિક્ષક રવિતેજા વાશમશેટ્ટી એ પ્રોહી તથા જુગારની ગેરકાયદેસર બદીને નાબુદ કરવા સુચના અનુસંધાને નાયબ પોલીસ અધિક્ષક પી.જી.જાડેજાના માર્ગદર્શન હેઠળ બી.ડીવીજન પો.સ્ટે.ના પો.ઇન્સ. આર.બી.સોલંકી ની સુચના આધારે પેટ્રોલીંગ દરમ્યાન બાતમીરાહે હકિકત મળેલ કે રજાક ઇકબાલભાઇ રફાઇ રહે-ભાટીયા ધર્મશાળા રોડ જુનાગઢ વાળો કાળવાચોક ડાયમંડ ગલી માં શાબરીન શોપીંગ સેન્ટરમાં મોસીનખાન પઠાણની માલીકી ની દુકાન શોપ નં-૪૧ ભાડે રાખી એચ.એસ. માર્કેટીંગ પ્રા. લી. નામની ઓનલાઇન યંત્રો વેચવાની ફ્રેન્ચાઇઝી મેળવી કોમ્પ્યુટર/એલ.ઇ.ડી.ના માધ્યમ દ્વારા ઓન લાઇન ધાર્મીક યંત્રોનો દર પંદર મીનીટે ડ્રો કરી ૧૧ રૂપીયા ના બદલામાં ચાંદીનો સીકકો આપી અને પોતે દુકાન બહાર એક માણસ બેસાડી અને જે ગ્રાહક ને ચાંદી નો સીક્કો લાગે તેની પાસે ચાંદી નો સીક્કો લઇ સીક્કા ના બદલે રોકડા રૂ-૧૦૦/ આપી  પૈસાની હારજીતનો જુગારનો અખાડો ચલાવતો હોવાની હકીકત આધારે સદર જગ્યા એ રેઇડ કરી ત્રણ ઇસમો ને રોકડા રૂ.૧૭,૩૮૦/- તથા એલ.ઇ.ડી. ટી.વી., સીપીયુ, માઉસ, કીબોર્ડ, મોબાઇલ, ગીફ્ટ કોઇન ચાંદી ના સીક્કા વિગેરે સાધનો કિ.રૂ.૪૭,૧૦૦/- મળી કુલ કિ.રૂ. ૬૪,૪૮૦/- ના મુદામાલ સાથે પકડી પો.સબ.ઇન્સ. એ.કે.પરમાર દ્વારા સરકાર તરફે ફરીયાદી બની, જુગારધારા એકટ મુજબ ગુન્હો નોંધી, ધોરણસર ની કાર્યવાહી કરવામાં આવેલ છે.

પકડાયેલ આરોપીઓમાં (૧)રજાક ઇકબાલભાઇ રફાઇ  (ર)ઝમીરખાન મયુરીદીનખાન પઠાણ  (૩)મોન્ટ્ર નરોતમભાઇ શેઠીયા રહે-બધા જૂનાગઢ કાર્યવાહી કરેલ છે.

આ કામગીરી પો.ઇન્સ.શ્રી આર.બી.સોલંકીની સુચના આધારે પો.સબ.ઇન્સ એ.કે.પરમાર તથા પો.સબ.ઇન્સ એમ,આર.ગોહેલ તથા પો.હેડ.કોન્સ રાજેન્દ્રભાઇ દેવજીભાઇ વાણવી તથા પો.કોન્સ કિશોરભાઇ દેવાયતભાઇ અખેડ તથા પો. કોન્સ પરેશભાઇ બાવનભાઇ હુણ તથા પો. કોન્સ કલ્પેશભાઇ ગેલાભાઇ ચાવડા ચલાવી રહ્યા છે.

રહેણાંક મકાનમાં ક્રિકેટ મેચ પર સટ્ટો રમડતા ઝડપાયા

જૂનાગઢ જિલ્લા પોલીસ વડા શ્રી રવિ તેજા વાસમ શેર્ટ્ટીં ની સૂચના આધારે જૂનાગઢ ડિવિઝન ના ડીવાય એસપી પ્રદિપસિંહ જાડેજા ના માર્ગદર્શન હેઠળ જૂનાગઢ શહેર એ ડિવિઝન પોલીસ સ્ટેશન ના પીઆઇ આર.જી.ચૌધરી, પીએસઆઈ  તથા સ્ટાફના હે.કો. માલદેભાઈ, વિકાસભાઈ, વનરાજસિંહ, વિક્રમસિંહ, અનકભાઈ, સહિતના સ્ટાફની ટીમને પેટ્રોલિંગ દરમિયાન મળેલ માહિતી આધારે જૂનાગઢ શહેરમાં દોલતપરા, શાંતેશ્યર મંદિર પાસે આરોપી જીતુભાઈ લક્ષ્મીદાસ અભાણી રહે. શાંતેશ્વર મંદિર પાસે, દોલતપરા, જૂનાગઢ ને પોતાના રહેણાંક મકાનમાં, મોબાઈલ ફોન ઉપર ગ્રાહકોનો સંપર્ક કરી, આઇપીએલ ક્રિકેટ મેચ ઉપર ક્રિકેટનો સટ્ટો રમાડતા, કોમ્પ્યુટર, મોબાઈલ ફોન તથા રોકડા રૂ. ૨૨,૦૦૦/- મળી, કુલ રૂ. ૪૦,૦૦૦/- ના મુદ્દામાલ સાથે પકડી પાડી, હે.કો. માલદેભાઈ દેવાનંદભાઈ એ સરકાર તરફે ફરિયાદી બની, જુગારધારા મુજબ ગુન્હો દાખલ કરાવી, આગળની કાર્યવાહી હાથ ધરવામાં આવેલ છે.

પોલીસની સઘન પૂછપરછ હાથ ધરતાં, પોતે ગ્રાહકો પાસેથી મોબાઇલ ફોન ઉપર સોદા કરી, આરોપી અશ્વિનભાઈ ઉર્ફે અરબો નામના ક્રિકેટના બુકીને આપતા હોવાની કબૂલાત કરતાં, આરોપી અશ્વિન ઉર્ફે અરબો ને પણ આરોપી દર્શાવી, પકડી પાડવા માટે ચક્રો ગતિમાન કરેલ છે.

વધુ તપાસ જૂનાગઢ શહેર એ ડિવિઝન પોલીસ સ્ટેશનના પીઆઈ આર.જી.ચૌધરી, પીએસઆઈ વી.આર.ચાવડા તથા સ્ટાફ દ્વારા હાથ ધરવામાં આવેલ છે

(1:00 pm IST)