Gujarati News

Gujarati News

News of Tuesday, 20th October 2020

જેતપુરનો પાણી પ્રદુષણનો પ્રશ્ન NGTમાં હોવા છતાં કોઇ કંઇ કરી શકતુ નથી?!

જાણે અમુક ઉદ્યોગપતિઓ ઉકેલ માંગતા જ ન હોય તેમ વરસાદના પાણીમાં દુષિત પાણી છોડી દે છે...

(કેતન ઓઝા દ્વારા) જેતપુર તા. ર૦ :.. શહેરનો સાડી ઉદ્યોગ દેશ-દેશાવરમાં ફેલાયેલો છે. આ ઉદ્યોગ શહેર ઉપરાંત પરપ્રાંતીય ૪૦ હજાર જેટલા લોકોને રોજીરોટી પુરી પાડે છે. તેથી લોકો થોડુ ઘણું પ્રદુષણજનું કરતા આવ્યા છે. પરંતુ અમુક કારખાનેદારો તો જાણે કાયદો કે નીયમ જાણતી જ ન હોય તેમ ખુલ્લે આમ પ્રદુષીત પાણી પવિત્ર ભાદર નદિમાં છોડી દે છે. આ નદિનું પાણી ડેમમાં જતુ હોય આખા વર્ષમાં સંગ્રહ કરવામાં આવતી પાણીમાં આ પ્રદુષણ ભળી જતા લોકોના સ્વાસ્થ્ય ઉપર ખતરો ઉભો થાય છે.

પરંતુ કોઇ લોકોની સ્વાસ્થ્યની ચીંતા કર્યા વગર પાણી અને હવા બન્ને પ્રદુષણ ફેલાવે છે. આ પ્રદુષીત પાણીના કારણે લોકોને ચામડીના રોગોનું પ્રમાણ વધ્યું છે. અવાર નવાર જાગૃત નાગરીકો દ્વારા આ પ્રશ્ને આંદોલન કરવામાં આવે તો તેને કોઇપણ રીતે સમજાવી દેવામાં આવે છે.

આ ઉદ્યોગોનું સંચાલન કરવા માટે બનેલ. સંસ્થા ડાઇંગ એન્ડ પ્રિન્ટીંગ એસોસીએશન દ્વારા પણ જાણે કોઇની બીન ન હોય તેવું વલણ અપનાવવામાં આવે છે. અને સમયાંતરે નવા-નવા ફતવા લાવી રૂપિયાનું આંધણ કરે છે. હાઇકોર્ટની ગાઇડ લાઇનને પણ ઘોળીને પી જાય છે. અને સરકાર આ પ્રશ્ન ઉકેલવા રૂપીયાની સહાય કરે છે તે પણ પાણીમાં જાય છે. થોડા વર્ષો પહેલા અંદાજીત પ૪ કરોડના ખર્ચે ભાટ ગામ ખાતે વોશીંગ ઘાટ બનાવવામાં આવ્યો પરંતુ તે થોડા સમય માંડ-માંડ ચાલ્યો બાકી તે શોભાના ગાંઠીયા જેવો બની ગયો આમ સરકારના રૂપિયાનો બેફામ વેળફાટ થાય છે.

થોડા સમય પહેલા શહેરના એક બુધ્ધીજીવી વ્યકિતએ પ્રદુષણ સામે આંદોલન તોડતા દરેક વખતે જેમાં સમજાવટ કરીને સ્ત્રોત કરવામાં માનતી. હોદેદારોની કારી નફાવી અને આ વખતે અંધારુ થઇ ગયુ આ મુદો કોર્ટેને સોંપ્યો નેશનલ ગ્રીન ટ્રીબ્યુનલ ને સોંપી દીધો જેની ટીમે ભાદર નદિને પ્રદુષીત જાહેર કરી ઉપરાંત ઘણા ફેરફાર કરવાનું કહયું પરંતુ સમય જતાં જે સે તે  થે પ્રદુષણ વગરનું જેતપુર કેમ રહી શકે તેમે ફરી ફેલાવા લાગ્યા.

જયારે જયારે વરસાદ સાથે ભારે ભાદર નહિ બેકાંઠે વહેવા લાગે છે. અને તેનો ફાયદો ઘણા કારખાનેદારો ઉઠાવે છે. તે વહેતા પાણીમાં કારખાનાનું પ્રદુષીત પાણી છોડી દે છે.

આવુ દરેક વખતે બને છે. એક દિવસ પહેલા જ વરસાદ વરસતા નદીમાં પાણી આવ્યુ અને અમુક કારખાનેદારોને જોમ ચડયુ અને પાણી નદિમાં છોડી દિધુ જેના કારણે સરધારપુર નજીક આવેલ કોરા હનુમાન મંદિર પાસેથી પસાર થતી ભાદર નદિમાં બનાવેલ ચેક ડેમમાં ફીણના ગોટે ગોટા ઉડવા લાગ્યા.

અત્રે ઉલ્લેખનીય છે કે શહેરમાં જ પોલ્યુસન કંટ્રોલ બોર્ડની ઓફીસ આવેલ છે. છતાં ખુલ્લે આમ પ્રદુષણ ફેલાવે છે. તો આ કચેરી શું માત્ર શોભા માટે બનાવેલ છે કે, કોઇ પગલા લેવા માટે પણ કાર્યવાહી કરે છે.

(1:00 pm IST)