Gujarati News

Gujarati News

News of Tuesday, 20th October 2020

બેડ ગામ પાસે કુતરૂ મોટર સાયકલ સાથે ભટકાતા પડી જતા શેખ યુવાનનું કરૂણ મોત

(મુકુંદ બદિયાણી દ્વારા) જામનગર, તા.૨૦: અહીં હુશેની ચોક પાસે, રહેતા મોશીનભાઈ ઉમરભાઈ શેખ, ઉ.વ.ર૮ એ સિકકા પોલીસ સ્ટેશનમાં જાહેર કરેલ છે કે, કાસીમભાઈ ઉમરભાઈ શેખ, ઉ.વ.૩૧, રે.નદીના કાંઠે મીરા દાતાર પાસે, જામનગરવાળા પોતાની પત્ની સાથે મોટરસાયકલ ઉપર જામનગર હાઈવે રોડ ઉપર જતા હતા તે દરમ્યાન બેડ ગામ પુલ પાસે પહોંચતા રોડ ઉપર અચાનક કુતરૂ આડુ ઉતરીને તેઓની મોટરસાયકલ સાથે ભટકાતા પડી જતા માથામા ગંભીર ઈજાઓ થતા પ્રથમ જામનગર અને બાદ અમદાવાદ સીવીલ હોસ્પિટલ ખાતે લઈ જતા સારવાર દરમ્યાન મરણ થયેલ છે.

હાર્ટની બિમારી સબબ વૃઘ્ધનું મોત

અહીં પટેલ પાર્ક પાછળ, વૃદાવન સોસાયટી–ર, શેરી નં.૩ પાસે, જામનગરમાં રહેતા રવિભાઈ પ્રભુદાસ જોશી, ઉ.વ.ર૭, એ સીટી એ ડિવીઝન પોલીસ સ્ટેશનમાં જાહેર કરેલ છે કે, પ્રભુદાસ તુલસીદાસ જોશી, ઉ.વ.પ૭, રે. રણજીતસાગર રોડ, પટેલ પાર્ક પાછળ, વૃદાવન સોસાયટી –ર, શેરી નં.૩ પાસે, જામનગરવાળાને ડાયાબીટીશ બ્લડ પ્રેશર તથા હાર્ટની બિમારી હોય જેથી ચકકર આવી બેભાન થઈ જતા સારવારમાં મૃત્યુ પામેલ છે.

ક્રિકેટ મેચનો સટ્ટો રમતા બે ઝડપાયા : પાંચ ફરાર

સીટી સી ડિવીઝન પોલીસ સ્ટેશનમાં કોન્સ. હરપાલસિંહ મહિપતસિંહ જાડેજા એ ફરીયાદ નોંધાવી છે કે, જામનગર ખોડીયાર કોલોની ગુરૂકૃપા હોટલની બાજુમાં મહાશકિત એન્ટરપ્રાઈઝની બાજુમાં જાહેરમાં આરોપીઓ સીંકદર ઈસમાઈલભાઈ દલવાણી, યુવરાજસિંહ ભરતસિંહ જાડેજાએ લાઈવ મેચ નીહાળી રનફેરના તેમજ હારજીતના સોદા લખાવી પૈસાની હારજીત કરી ફોન દ્વારા ઉપર કપાત આપી જુગાર રમી રમાડી રેઈડ દરમ્યાન રોકડા રૂ.પ,૮૦૦/– તથા મોબાઈલ ફોન નંગ–૪, કિંમત રૂ.૩૦,૦૦૦/– મળી કુલ રૂપિયા ૩પ,૮૦૦/– ના મુદામાલ સાથે મળી બન્ને ઈસમો ઝડપાઈ ગયેલ છે તથા અન્ય આરોપીઓ વિપુલભાઈ, બંટીભાઈ, અબ્દુલભાઈ શેઠા, વિનય પંચોલી, અબ્બાસભાઈ પકડવાના બાકી હોય આ અંગે પોલીસે આગળની કાર્યવાહી હાથ ધરી છે.

મોબાઈલ વેચવાની ના પાડતા માર માર્યાની રાવ

સીટી એ ડિવીઝન પોલીસ સ્ટેશનમાં ગણેશભાઈ ખોડાભાઈ સોલંકી એ ફરીયાદ નોંધાવી છે કે, રણજીતસાગર રોડ, મારવાડી વાસ, જામનગરમાં આરોપી કૈલાશ, કિશનને ફરીયાદી ગણેશભાઈ એ આરોપીઓને પોતાના લતામાં મોબાઈલ વેચાવની ના પાડતા આરોપીઓ એકદમ ઉશ્કેરાઈ જઈ ફરીયાદી ગણેશભાઈને ગાળો બોલી આરોપી કિશનએ ફરીયાદી ગણેશભાઈને ઝાપટો મારી તથા આરોપી કૈલાશ એ ફરીયાદી ગણેશને જમણા પગમાં સાથળમાં છરી નો એક ઘા મારી ફેકચરની ઈજા કરી એકબીજાની મદદગારી કરી ગુનો કરેલ છે.

તાળા ફંફોળતો ઝડપાયો

સીટી એ ડિવીઝન પોલીસ સ્ટેશનમાં કોન્સ. શીવભદ્રસિંહ મહોબતસિંહ જાડેજા એ ફરીયાદ નોંધાવી છે કે, નુરી ચોકડી પાસે, આરોપી આદીલ અલ્લારખાભાઈ શેખ, જામનગરવાળો મોડી રાત્રીના અંધારામાં લપાતો છુપાતો દુકાનોના તાળા તપાસતા કોઈ મીલ્કત વિરૂઘ્ધનો ગુનો કરવાની તૈયારીમાં મળી આવતા ગુનો કરેલ છે.

૧ર બોટલ સાથે ઝડપાયો

પંચ એ ડિવીઝન પોલીસ સ્ટેશનમાં હેડ કોન્સ. લાલજીભાઈ ગોબરભાઈ રાતડીયા એ ફરીયાદ નોંધાવી છે કે, ખીમગીરી ઉર્ફે ભુરો કમલેશગીરી ગોસાઈ એ  પ્રાઈડ વોડકા બોટલ નંગ–૧ર, કિંમત રૂ.૬૦૦૦/–તથા મેકડોવેલ્સ નં.૧, રીજર્વ વ્હીસ્કી બોટલ નંગ–૧૦, કિંમત રૂ.પ૦૦૦/– મળી કુલ રૂ.૧૧,૦૦૦/– ના મુદામાલ સાથે ઝડપાઈ ગયેલ છે.

રીવોલ્વર  સાથે ઝડપાયો

સીટી સી ડિવીઝન પોલીસ સ્ટેશનમાં એલ.સી.બી.ના હેડ કોન્સ. વનરાજભાઈ માંડણભાઈ મકવાણા એ ફરીયાદ નોંધાવી છે કે, સાંઢીયા પુલ પાસે, માધવબાગના ગેઈટ પાસે, જામનગરમાં આરોપી કરણભાઈ ઉર્ફે કાળુ ભીખાભાઈ કેશરીયા એ પોતાના કબ્જામાં દેશી બનાવટની રીવોલ્વર કિંમત રૂ.૧,૦૦,૦૦૦/– તથા નવા જીવતા કાર્ટીસ રૂ.૯૦૦/– તથા એક મીસ ફાયર કાર્ટીશ તથા એક ખાલી ફુટેલ કાર્ટીશ તથા એક મોબાઈલ ફોન કિંમત રૂ.૧૦,૦૦૦/– મળી કુલ રૂ.૧,૧૦,૯૦૦/– ના મુદામાલ સાથે ઝડપાઈ ગયેલ છે.

મેનેજરને બે શખ્સોએ મારી નાખવાની ધમકી આપી

જામજોધપુર પોલીસ સ્ટેશનમાં રૂબનભાઈ પોલ માનીકમ પ્રભાકરન એ ફરીયાદ નોંધાવી છે કે, કેશુભાઈ તથા રામશીભાઈ, રે. જામનગરવાળા સ્પેરીંગ એ.એલ.ટી. ઈન્જીયનીયર પાટણ ખાતે આવેલ પુલીગ સ્ટેશનએ અપ પ્રવેશ કરી સાઈટના અધિકારી રાકેશભાઈ દુબેને ગાળો આપી જાનથી મારી નાખવાની ધમકી આપી બીક બતાવી પાવર સબ સ્ટેશન બંધ કરાવી પોતાની મંજૂરી વગર સબ સ્ટેશન ચાલુ કરશો તો જાનથી મારી નાખવાની ધમકી આપી એકબીજાની મદદગારી કરી ગુનો કરેલ છે.

(12:51 pm IST)