Gujarati News

Gujarati News

News of Tuesday, 20th October 2020

ધાંગ્રધામાં વરલીના આંકડા રમતા ૬ ઝડપાયા

વઢવાણ,તા.૨૦ :  ધ્રાંગધ્રા ટાઉનમાં પેટ્રોલીંગ હાથ ધરી હકીકત મેળવેલ કે (૧) હનીફભાઇ મહમદભાઇ માણેક રહે, જુની મોચીવાડ (ર) શબીરભાઇ અબ્દુલભાઇ જામ રહે. મયુરનગર (૩) ફારૂકભાઇ હારૂનભાઇ માણેક રહે,જુની મોચીવાડ વાળાઓ ભેગા મળી ધ્રાંગધ્રા નવયુગ ટોકીઝ પાછળ આવેલ ગલીમા જાહેરમાં વરલી મટકાનો આંક ફરકનો પૈસાની હારજીતનો જુગાર રમી રમાડે છે. જે આધારે એલ.સી.બી. ટીમ દ્વારા છાપો મારતા (૧) શબીરભાઇ અબ્દુલભાઇ (ઉ.વ.રર) ધંધો મજુરી રહે,મયુરનગર હળવદ રોડ (ર) ફારૂકભાઇ હારૂનભાઇ માણેક  (ઉ.વ.ર૩) ધંધો મજુરી રહે,જુની મોચીવાડ (૩) દશરથભાઇ શંકરલાલ ગોરૈયા પટેલ (ઉ.વ.પર) ધંધો મજુરી રહે, ફુલગલી (૪) જીતેન્દ્રભાઇ ગીરીશભાઇ પંચાસરા સુથાર (ઉ.વ.૩૮) ધંધો મજુરી રહે, ફુલગલી (૫) મનોજભાઇ ભરતકુમાર મકવાણા મોચી (ઉ.વ.૩૯) ધંધો મજુરી રહે, સીતાદરવાજા પીપળાવાળી શેરી (૬) રશુલશા અહેમદશા દીવાન મુ.માન (ઉ.વ.૫૦) ધંધો મજુરી રહે, જુની મોચીવાડ જુના બસ સ્ટેશન પાસે વાળાઓને રૂ. ૩૬,૬૬૦  તથા મોબાઇલ ફોન નંગ-૩ કી.રૂ. ૪૦૦૦/-  મળી ફુલ રૂ.૪૦,૬૬૦-ના મુદામાલ સાથે પકડાઇ જઇ તથા આરોપી (૭) હનીફભાઇ મહમદભાઇ માણેક રહે, જુનીમોચીવાડ વાળો હાજર મળી નહીં આવતા તમામ વિરૂધ્ધ ધ્રાંગધ્રા સીટી પોલીસ સ્ટેશનમાં જુગાર ધારા કલમ-૧૨ર-અ હેઠળ ગુન્હો રજી. કરાવી કાર્યવાહી હાથ ધરવામા આવેલ છે. એલ.સી.બી. ટીમ સુરેન્દ્રનગરના પોલીસ ઇન્સ્પેકટર  ડી.એમ.ઢોલ માર્ગદર્શન હેઠળ એલ.સી.બી. પો.સબ.ઇન્સ  વી.આર.જાડેજા તથા એ.એસ.આઇ. નરેન્દ્રસિંહ દિવાલરસિંહ તથા પો.હેડ.કોન્સ. જુવાનસિંહ મનુભા તથા હીતેષભાઇ જેસીંગભાઇ તથા પો.કોન્સ. કુલદીપસિંહ હરપાલસિંહ તથા સંજયભાઇ પ્રવિણભાઇ તથા જયેન્દ્રસિંહ જેઠીભા તથા અશ્વિનભાઇ ઠારણભાઇ એ રીતેની ટીમ દ્રારા જુગારધારા હેઠળનો સફળ કવોલીટી કેશ શોધી કાઢવામા આવેલ છે.

(11:39 am IST)