Gujarati News

Gujarati News

News of Tuesday, 20th October 2020

દ્વારકામાં ઇન્ટરનેશનલ હ્યુમન રાઇટસ એસો. દ્વારા કોરોના વોરીયર્સનું સન્માનઃ

દ્વારકાઃ કોરોનાની મહામારીને ભારત સહિત વિશ્વમાં હાહાકાર મચાવી દીધેલ છે. ત્યારે આ મહામારીને નાથવા સમગ્ર ભારતનું વહીવટીતંત્ર કમર કસી રહ્યું છે. તેમાં સરકારના વિવિધ વિભાગના કર્મચારીઓનો મોટો ફાળો રહ્યો છે. કોરોનાની મહામારીના કપરા સમયમાં ફરજ અદા કરનાર કર્મચારીઓને પ્રોત્સાહિત કરવાના ભાગરૂપે ઇન્ટરનેશનલ હ્યુમન રાઇટ્સ એસોશીએશન ગુજરાત રાજ્યની શાખા દ્વારા પ્રમાણપત્ર આપી સન્માનિત કરવાનું આયોજન કરવામાં આવેલ જેમાં ઇન્ટરનેશનલ હ્યુમન રાઇટસ એસોશીએશનના ગુજરાત રાજ્યના ઉપપ્રમુખ મનસુખભાઇ ખાંભલા, એકઝીકયુટીવ મેમ્બર શીતલભાઇ વિઠલાણી, રાજેશ દવે, કીશન ચાનપા દ્વારા દ્વારકા બ્લોક હેલ્થ ઓફીસર, પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર સુરજકરાડી, હેલ્થ એન્ડ વેલનેશ સેન્ટર વરવાળ, તાલુકા પંચાયત દ્વારકાના આશરે ૧૫૦ જેટલા કર્મચારીઓને પ્રમાણપત્ર એનાયત કરી સન્માનિત કરવામાં આવેલ. આ પ્રસંગે સન્માનિત કર્મચારી ગણે હ્યુમન રાઇટસ સંસ્થાનો આભાર વ્યકત કર્યો હતો. (અહેવાલઃ વિનુભાઇ સામાણી, તસ્વીરઃ દિપેશ સામાણી-દ્વારકા)

(11:27 am IST)