Gujarati News

Gujarati News

News of Tuesday, 20th October 2020

મુખરડા ગામે વિશ્વ ગ્રામીણ મહિલા દિવસની ઉજવણી

ધોરાજી : એફપ્રોસંસ્થા ધોરાજી અને કૃષિ વિજ્ઞાન કેન્દ્ર પીપળીયા પ્રા.સ્કુલ શિક્ષિકા, આશાવર્કર, આંગણવાડી કાર્યકર્તાના સહયોગ દ્વારા ઉપલેટાના મુખરડા ગામે વિશ્વ ગ્રામીણ મહિલા દિવસની ઉજવણી નિમિતે કાર્યક્રમ કરાયો હતો. આ કાર્યક્રમમાં એફપ્રો સંસ્થાના પ્રોજેકટ મેનેજર આનંદકુમાર તથા સહયોગી પી.યુ.મેનેજર લલીત મોણપરા દ્વારા ખેતીમાં કાર્ય કરતી મહિલાએ ખેતી વિષયક કાળજી જેમ કે, પેસ્ટીસાઇ દવાના ડબ્બાનો યોગ્ય નિકાલ કરી ખેડૂતોના આરોગ્ય પર આડઅસરી કપાસ વીણી પધ્ધતી, બાળમજૂરી તથા કોરોના મહામારીલક્ષી મુદ્દાઓની સમજણ અને માર્ગદર્શન અપાયુ હતુ. આ ઉપરાંત કે.વી.કે. પીપળીયા વિષય નિષ્ણાંત શ્રીમતી પીંકી શર્મા દ્વારા બાળકો અને બહેનોને જરૂરી પૌષ્ટિક આહાર તથા કિચન ગાર્ડનીંગ તેમજ એ.આર.પરમાર દ્વારા ખેતીમાં મહિલાઓની ભૂમિકા વિષયક સમજણ અપાયેલ. આ સિવાય આંગણવાડી કાર્યકર્તા, પ્રાયમરી સ્કુલની શિક્ષિકા, આશાવર્કર બહેનોએ કેવા પ્રકારના બાળકોને પૌષ્ટિક આહાર દેવા તે વિષયક સબંધીત માર્ગદર્શન આપ્યુ હતુ. ૩૫ જેટલી મહિલા ખેડૂતોએ ભાગ લીધો હતો. એફપ્રો સંસ્થા કૃષિમિત્રો દ્વારા આ કાર્યક્રમ સફળ બનાવવા જહેમત ઉઠાવી હતી.

(11:22 am IST)