Gujarati News

Gujarati News

News of Saturday, 20th April 2024

ઉંચા ભાડે કાર લઇ વેંચી નાંખવાના કોૈભાંડમાં માળીયા મિંયાણામાંથી ૧૫ કાર કબ્‍જે કરાઇ

રાજકોટના અકી અને જામનગરના બિલાલ સામે ફરિયાદ થયા બાદ માળીયા અને રાજકોટ ક્રાઇમબ્રાંચ દ્વારા કાર્યવાહી

(પ્રવિણ વ્‍યાસ દ્વારા) મોરબી તા. ૨૦: રાજકોટમાંથી ઉંચા ભાડે કાર ભાડે મેળવી બાદમાં બારોબાર વેચી મારવા અંગેનું જબરું રેકેટ રાજકોટમાં ફરિયાદ નોંધાયા બાદ સામે આવ્‍યું છે, બીજી તરફ અંદાજે ૭૦ જેટલી કાર બારોબાર વેચી મારવા પ્રકરણમાં એકલા મોરબીના માળિયામાં જ ૧૫ કાર ફરતી હોવાનું રાજકોટ ક્રાઈમબ્રાન્‍ચના રડારમાં આવી જતા માળીયા પોલીસને સાથે રાખી ગઈકાલે ૧૫ જેટલી કાર કબ્‍જે કરવામાં આવી હોવાનું જાણવા મળે છે.

પોલીસ સુત્રોમાંથી જાણવા મળતી વિગતો મુજબ રાજકોટના અક્કી અને જામનગરના બિલાલ નામના શખ્‍સ દ્વારા રાજકોટમાંથી જુદા-જુદા વ્‍યક્‍તિઓ પાસેથી સ્‍વીફ્‌ટ કારથી લઈ સ્‍કોર્પિયો, ફોર્ચ્‍યુનર, એન્‍ડેવર તેમજ અન્‍ય લક્‍ઝુરિયસ કાર ઉંચા ભાડે મેળવી લઈ બાદમાં આ કાર મફતના ભાવે વેચી મારવામાં આવતી હોવાની ફરિયાદ રાજકોટમાં નોંધાઈ હતી અને જે પૈકી અનેક કાર મોરબીમાં ફરતી હોવાનું રાજકોટ ક્રાઇમબ્રાન્‍ચના ધ્‍યાને આવતા ગઈકાલે રાજકોટ ક્રાઈમબ્રાંચ અને માળીયા પોલીસે સંયુક્‍ત રીતે કાર્યવાહી કરી આવી ૧૫ જેટલી કાર કબ્‍જે લેતા સસ્‍તાભાવે કાર ખરીદનારાઓને રોવાનો વારો આવ્‍યો છે.અ ઉલ્લેખનીય છે કે, રાજકોટના કોઠારિયાના આકાશ ઉર્ફે અક્કી પટેલ અને જામનગરના બિલાલશા હશનશા શાહમદાર નામના શખ્‍સોને દોઢ મહિના પૂર્વે ભાડે આપેલી રૂ.૨૦ લાખના કિંમતની કાર આજ દિવસ સુધી પરત નહિ કરતા રાજકોટમાં ફરિયાદ નોંધાઈ હતી. પોલીસ તપાસ દરમિયાન આકાશ ઉર્ફે અક્કી અને - બિલાલશાએ આ રીતે અનેક લોકોની મોંઘી મોટરકારો ભાડે - લેવાના બહાને છેતરપિંડી કરી હોવાનું બહાર આવ્‍યા બાદ આવી અનેક કર મોરબીમાં હોવાની બાતમી બાદ માળીયા પોલીસ અને રાજકોટ ક્રાઇમ બ્રાન્‍ચને મહત્‍વની સફળતા મળી છે, જો કે હજુ સુધી આ મામલે પોલીસે સત્તાવાર રીતે કોઈ વિગતો જાહેર કરી નથી.

(12:10 pm IST)