Gujarati News

Gujarati News

News of Saturday, 20th April 2024

ભેસાણ વિસ્‍તારની મહિલા પર અવાર નવાર દુષ્‍કર્મ આચરનાર શખ્‍સ પકડાયો

ફરિયાદ થતાની સાથે જ પોલીસે દબોચી લીધો

(વિનુ જોશી દ્વારા) જૂનાગઢ તા. ૨૦ :  ભેસાણ તાલુકાના ગામની પરિણીત ૪૫ વર્ષીય મહિલાને ભાવેશ મનસુખભાઈ રાઠોડ નામના શખ્‍સે ધમકી આપી દુષ્‍કર્મ આચર્યું હતું.

બાદમાં છેલ્લા ૬ વર્ષથી અવારનવાર આ શખ્‍સે મહિલા પર બળાત્‍કાર ગુજાર્યો હતો. ભાવેશ રાઠોડની હેવાનિયતથી કંટાળી આખરે મહિલાએ ગુરૂવારની રાત્રે ફરિયાદ કરતા  ભેંસાણનાં પીએસઆઇ એમ. એન. કાતરીયાએ કલમ ૩૭૬ (૨), (એન) ૫૦૬ (૨) અને ૫૦૬ મુજબ ગુનો નોંધીને કાર્યવાહી હાથ ધરી હતી.

એસપી હર્ષદ મહેતાની સૂચના અને ડીવાયએસપી હિતેશ ધાંધલિયાના માર્ગદર્શનમાં પીએસઆઇ કાતરિયાએ તાત્‍કાલિક તપાસ હાથ ધરીને આરોપી ભાવેશ રાઠોડની અટકાયત કરી મેડિકલ ચેકઅપ સહિતની કાર્યવાહીની તજવીજ શરૂ કરી આરોપીની પૂછપરછ હાથ ધરી હતી.

(11:39 am IST)