Gujarati News

Gujarati News

News of Saturday, 20th April 2024

પોરબંદરમાં હનુમાન જયંતીની રંગેચંગે ઉજવણી કરવા તૈયારીઓઃ સુંદરકાંડ- બટુક ભોજન સહિત કાર્યક્રમો

રોકડીયા હનુમાન, બાલા હનુમાન, હનુમાન ગઢી, મંગલકારી હનુમાન તથા હનુમાનજીના અન્‍ય મંદિરોમાં વિવિધ કાર્યક્રમના આયોજન

(હેમેન્‍દ્રકુમાર પારેખ દ્વારા) પોરબંદર તા.૨૦: આગામી તા.૨૩ મીએ મંગળવારે હનુમાન જયંતીને રંગેચંગે ઉજવવા શહેરના રોકડીયા હનુમાન મંદિર તથા બાલા હનુમાન મંદિર સહિત અન્‍ય  હનુમાન મંદિર તૈયારી  શરૂ થઇ છે.

જોગાનુજોગ મંગળવારે હનુમાન જયંતી હોય હનુમાન ભકતોનો ઉત્‍સાહ બમણો જોવા મળી રહયો છે. રોકડીયા હનુમાન મંદિરે તથા સુદામા મંદિર પાસે બાલા હનુમાન મંદિરે પુજન, મહાઆરતી બટુકભોજન અને રાત્રીના ભજનો રાખેલ છે. પારેખચકલામાં મંગલકારી હનુમાન મંદિર ૩૫ વર્ષ પહેલા સેવાભાઇ ચંદ્રેશભાઇ પારેખ, જગુભાઇ પાનવાલા અને વેપારીઓના સહયોગથી બનાવવામાં આવ્‍યું હતું. આ હનુમાન મંદિરે હનુમાન જયંતીએ બટુક ભોજન રાખેલ છે.

દરિયાકાંઠે ઇન્‍દ્રેશ્‍વર મંદિર પટગણમાં ઇન્‍દ્રવિજય હનુમાન મંદિરે રામભકત હનુમાન જયંતી ઉજવણી કરવામાં આવશે. ભાવસિંહજી હાઇસ્‍કુલ સામે ભુતનાથ મંદિર પાસે હનુમાન મંદિર તથા  જુની કલેકટર ઓફિસ પાસે હનુમાન ગઢી એસ.ટી. રોડ ઉપર હનુમાન જયંતીએ પુજન, યજ્ઞ, મહાઆરતી રાખેલ છે. રૂઘા બજારમાં પ્રાચીન હનુમાન મંદિર, તેમજ કેદારેશ્‍વર મંદિર પટાગણમાં આવેલ હનુમાન મંદિરે પુજન પ્રસાદ રાખેલ છે. ઠકકર પ્‍લોટમાં હનુમાન મંદિર તથા શહેરના અન્‍ય હનુમાન મંદિરે મંગળવારે હનુમાન જયંતી ઉજવણીના આયોજન થયાં છે.

(11:39 am IST)